કપડવંજ તાલુકાના દાણા જૂથ પાણી પુરવઠા યોજનામાં વનોડા થી દાણા તરફ આવતી પીવાના પાણીની લાઈનમાં ગેરકાયદેસર કનેક્શનોને કારણે ગામોમાં પીવાના પાણીની ઘટ પડતી હોવાની રજૂઆત દાણા ગ્રામ પંચાયત ના પૂર્વ સરપંચ વિજયભાઈ પટેલ દ્વારા અગાઉ કરવામાં આવી હતી. જે રજુઆત પર કાર્યવાહી કરતા તંત્ર દ્વારા 20 થી વધુ ગેર કાયદેસર કનેક્સનો મળી આવ્યા હતા. જે તમામ કનેક્સનો કાપી નાખ્યા છે.
જવાબદાર અધિકારી દ્વારા લાઈન ઉપર ફરજ બજાવતા પાણી પૂરવઠાના કર્મચારીઓને ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. તે દરમિયાન ખેરાના મુવાડા થી દાણા જતી મેઈન લાઇનમાંથી ગેરકાયદેસર કનેક્શનનો મળી આવ્યા હતા. જે અંગેની પાણી પૂરવઠા અધિકારીની કાર્યવાહી અનુસંધાને બે દિવસમાં 20 કનેક્શનો કાપી નાખવામાં આવ્યા હતા.
ગેરકાયદેસર કનેકશનો કાપ્યા બાદ દાણા સેક્શનના 8 જેટલા ગામોમાં પાણીના પૂરવઠામાં વધારો થતાં ગ્રામજનોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. હજૂ આ અંગે યોજનાના મૂળ થી દાણા પૂરવઠા યોજનાના સંપ સુધી તપાસ કરવામાં આવશે તો ઘણા બધા ગેરકાયદેસર કનેક્શનો પકડાશે. આ ઉપરાંત યોજના થી ડીસ્પેચ લાઈનમાં આવેલ ગેરકાયદેસર કનેક્શનો પણ દૂર કરવામાં આવશે તો ગ્રામજનો ને મોટી રાહત મળી રહેશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.