ડેપોની છતની ખસ્તા હાલત:બસ ડેપોમાં ટપકતા પાણીથી પલળેલા 2 હજાર વિદ્યાર્થીઓની સ્કૂલ-કોલેજ બગડી

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક વર્ષ પહેલાં જ 50 લાખના ખર્ચે સમારકામ છતાં કપડવંજ ડેપોની છતની ખસ્તા હાલત

કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ વરસાદમાં શાળાએ જવા માટે બસ સ્ટેન્ડમાં ગયા હતા. પરંતુ શાળા કોલેજમાં જઇ શક્યા ન હતા. કારણ કે ચાલુ વરસાદથી બચવા માટે મુસાફરો અને બાળકો જ્યારે બસ સ્ટેન્ડમાં ઉભા રહ્યા પણ ત્યાં લોકો છતમાંથી પાણી પડવાને કારણે પલળી જવા પામ્યા હતા. જેને કારણે 2 હજારથી વધુ વિદ્યાર્થીઓ શાળા કોલેજ જવા પામ્યા ન હતા અને નિરાશ થઇ ઘરે પરત ફર્યા હતા.

એક વર્ષ પહેલા જ બસ ડેપોમાં સમારકામ કરાયુ હોઇ આ પ્રકારની મુસાફરોને મુશ્કેલી પડતા તંત્રની સામે સવાલો ઉઠ્યા હતા.વિદ્યાર્થી અજીત પરમારે જણાવ્યું હતું કે શાળાએ જવા મારા ઘરેથી બસમાં કપડવંજ એસટી સ્ટેન્ડમાં આવ્યો ત્યારે અહીં મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. જેથી વરસતા વરસાદમાં શાળાએ જવા અને બદલે સ્ટેશનમાં રોકાયો.

અહીં આખા બસ સ્ટેન્ડની છતમાંથી પાણી ટપકતું હોવાથી પલળી ગયો જેથી શાળાએ ન જવાયું. ડેપો મેનેજર એમ પી માવીએ જણાવ્યું હતું કે એસ.ટી.ડેપોના છતમાંથી પાણી ટપકવાની સમસ્યા અમારા ધ્યાનમાં આવી હતી. જે માટે વિભાગીય કચેરીના બાંધકામ વિભાગને જાણ કરી હતી. તથા લેખિત અને મૌખિકમાં ચોમાસા અગાઉ પણ જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...