કપડવંજ અને કઠલાલ તાલુકાને જોડતો આ માર્ગ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં હોઇ હરરોજ પસાર થતા વાહનચાલકો હાલાકીનો શિકાર બન્યા હતા. જર્જરિત રોડને પરિણામે અવારનવાર અકસ્માતોની ઘટના પણ ઘટી હતી. રોડ પર મસમોટા ખાડા તેમજ રોડ પર ઘીસીઓને કારણે દ્વિચક્રીય વાહન ચાલકો ઘણીવાર પોતાના વ્હીકલ ઉપરનો કાબુ ગુમાવી દેતા હોય છે.
આ રોડથી કપડવંજ થી અમદાવાદ અપડાઉન કરતા વાહનચાલકો પિઠાઈ ટોલ પ્લાઝા પરનો ટોલ ટેક્સ બચાવવા માટે વાહન ચાલકો મોટી સંખ્યામાં આ રસ્તા પરથી પસાર થાય છે. જેથી ઘણીવાર દ્વિ ચક્રીય સ્થાનિક વાહન ચાલકોને પણ સાંકડા માર્ગ પર વાહન ચલાવવામાં મુશ્કેલી વેઠવી પડે છે.
હાલના તબક્કે આ માર્ગ પર પરિસ્થિતિ એવી બની છે કે વાહન ચાલકોને પોતાના વાહનો રોડ પર ચલાવવાની જગ્યાએ રોડની સાઈડો પર વાહન ચલાવા મજબૂર બન્યા છે. આ માર્ગ બિસ્માર હોવા છતાં પણ ટોલટેક્સ બચાવવાની લ્હાયમાં વાહન ચાલકો આ માર્ગ પરથી વાહનો લઈને પસાર થાય છે. ત્યારે સાંકડા માર્ગને કારણે અવારનવાર અકસ્માતો સર્જાય છે. જેથી રોડ પહોળો કરવો જરૂરી બન્યો છે.
માર્ગને 5.50 મીટર પહોળો કરવાની દરખાસ્ત સરકારમાં મોકલેલ છે
આંત્રોલી થી ખડાલને જોડતો સાત કિલોમીટરનો રોડ કપડવંજ અને કઠલાલ તાલુકાના જોડે છે. આ માર્ગ હાલના તબક્કે 3.75 મીટર પહોળો છે. આ માર્ગને 5.50 મીટર પહોળો કરવા માટેની દરખાસ્ત સરકારમાં મોકલી આપવામાં આવેલી છે. >કેતન પરીખ , ચીફઈન્ચાર્જ નાયબ કાર્યપાલક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ પેટા, કપડવંજ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.