બાળક પરિવારજનોને સોંપાયો:હૈમતાજીના મુવાડાથી ગુમ થયેલ કિશોર 3 દિવસ બાદ મળી આવ્યું

કપડવંજ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે છપાવેલ પેમ્પલેટથી બાળકની માહિતી મળી હતી

કપડવંજના હૈમતાજીના મુવાડા ગામે 13 વર્ષનો કિશોર ઘરેથી ચા-મોરસ લેવા જાઉં છું તેમ કહી નીકળ્યો હતો અને છેલ્લે તે શહેરના બસ સ્ટેન્ડની સામે જોવા મળ્યો હતો. પરંતુ ઘણો સમય વિતવા છતાં કિશોર ઘરે પરત ન ફરતા તેની શોધખોળ કરી છતાં તેની કોઇ ભાળ ન મળતા પરિવારજનોએ તા.4 મે ના રોજ ફરિયાદ નોંધાવી હતી.

આ બાદ પોલીસ ટીમ દ્વારા કિશોરની શોધખોળ માટે વિવિધ ટીમો, સી. સી. ટી. કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. બસ સ્ટેન્ડ તથા આજુબાજુમાં રહેતા માણસોના તથા દુકાનદારો તથા લારીવાળાને બાળકનો ફોટો બતાવી તપાસ કરી હતી. જે રિક્ષામા કિશોર બેસી આવ્યા હતો તે રિક્ષા ડ્રાઇવર અને રીક્ષામાં બેઠેલ પેસેન્જરોની પૂછપરછ કરાઇ હતી.

વળી ગુમ થનારને શોધી કાઢવા પોલીસ ટીમે સોશિયલ મીડીયામા ટેમ્પ્લેટ બનાવી મૂકવામાં આવ્યા હતા. જે આધારે બાતમી મળી હતી કે બાયડ થી કપડવંજ તરફ આવવાના રોડ ઉપર આવતી પિયાગો રિક્ષામાં ગુમ થનાર બાળક જેવો એક બાળક બેઠો છે. જે આધારે પોકેટ કોપમા રિક્ષામાલિકનો સંપર્ક કરતા તેના ડ્રાઇવરનો સંપર્ક કરતા પાંખીયા મુકામે હોય ત્યા ટીમ મોકલી રિક્ષામાં બેઠેલ બાળક ગુમ થનાર બાળક હોવાનું ખૂલતા તેના પરિવારજનોને સોંપાયો છે.

અન્ય સમાચારો પણ છે...