225 વર્ષ જુનું પૌરાણિક મંદિર:કપડવંજના સુપ્રસિદ્ધ ઐતિહાસિક નારાયણદેવ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે

કપડવંજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજના નારાયણદેવ મંદિર આશરે 225 વર્ષ પહેલા નિર્માણ પામ્યું હતું. ત્યારબાદ 1964ની સાલમાં પૂર્ણ જીર્ણોદ્ધાર ડોંગરેજી મહારાજના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. 58 વર્ષના સમયગાળા દરમિયાન અનેકવિધ સમયે સમારકામ કરવામાં આવતું હતું. તાજેતરમાં 58 વર્ષ બાદ નારાયણ દેવ સેવક મંડળ દ્વારા આજ રોજ ભાદરવા સુદ બારસ વામન ધ્વાદસીને બુધવારના દીવસે શાસ્ત્રોકત રીતે મંદિરના સેવક મંડળ દ્વારા પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવવાનું છે.

નવનિર્મિત શ્રી નારાયણ મદેવ મંદિર શિખરબંધી મંદિર બનાવવાનો પ્લાન તૈયાર થઈ રહ્યો છે. નવા રૂપ રંગ સાથે આધ્યાત્મિક આસ્થા જોડી મંદિરનો પુનઃ જીર્ણોદ્ધાર હાથ ધરવામાં આવશે. મંદિરના પૂર્ણ જીર્ણોદ્ધારમાં મંદિરમાં આવતા ભક્તો અગાઉ કરતા સારી રીતે શ્રીજીના દર્શન કરી શકશે. તેવું નારાયણદેવ સેવક મંડળે જણાવ્યું હતું. શ્રી નારાયણ મંદિરનો ઇતિહાસ જોઈએ તો કપડવંજના ઐતિહાસિક કુંડવાવમાંથી પ્રગટ થયું હોવાથી શ્રી નારાયણદેવ નામથી પ્રચલિત થયા. મહારાજ સિધ્ધરાજે વિસ્તારના પંડિતોને બોલાવ્યા. તેમાં 84 મેવાડા બ્રાહ્મણ જાતિના આલમબાયન ગોત્રના બુટ ભટજીએ આ બંને સ્વરૂપોની પૂજા અર્ચનાની જવાબદારી સોંપવામાં આવી હતી. અગાઉ તેના જીર્ણોદ્ધાર માટે પુજ્ય ડોંગરે મહારાજની ભાગવત સપ્તાહનું આયોજન કર્યું. જે થકી આ કાર્ય પૂર્ણ થયેલ હતું. અને 1953માં આ મંદિર ચેરિટી કમિશનરમાં રજીસ્ટર થયેલ છે. હાલ શ્રી નારાયણ દેવ સેવક મંડળ દ્વારા જીર્ણોદ્ધારની કાર્યવાહી આજરોજથી શરૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...