108ની ટીમની સરાહનીય કામગીરી:કપડવંજ 108 ટીમે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું, દર્દીની થેલીમાં રહેલા 1.10 લાખ રૂપીયા પરત સોંપ્યા

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ 108 એમ્બ્યુલન્સને નવી બોરલ બાયડ-કપડવંજ રોડ એકસીડન્ટનો કેસ મળ્યો હતો. કપડવંજ 108 હાજર સ્ટાફ વિનુભાઈ ડાભી તથા પાયલોટ ઈમ્તિયાઝ સૈયદભાઈ કેસ મળતાં તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં જતાં માલુમ પડ્યું કે બે બાઇક અથડાયા છે. જેમાં સ્થળ ઉપર જઈને દર્દીને ચેક કરી એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે લીધા હતા. જેમાં દર્દી મગનભાઈ સાલમભાઈ ઝાલા અને કરનભાઈ બકાભાઈ ચૌહાણની થેલી સાથે લીધી હતી. તે ચેક કરતા 1,10,500 રૂપીયા એમની થેલીમાં હતા. જે 108ની ટીમને મળી હતી.

પ્રથમ તો દર્દીને તાત્કાલિક 108માં એમ્બ્યુલન્સમાં લઇ ઉપલા અધિકારીની સલાહ લઈને જરુરી તાત્કાલિક સારવાર આપીને વાત્રક જનરલ હોસ્પિટલમાં બાયડ દાખલ કરવામાં આવેલા છે. એમની થેલીમાંથી રૂપિયા 1 લાખ 10 હજાર 500 રૂપિયા રોકડા અને એક સ્માર્ટ ફોન આશરે 10 હજારની કિંમતનો બધી વસ્તુ સાચવીને મગનભાઈ સાલમભાઈ ઝાલાના દીકરા ભાવેશભાઇ તથા હોસ્પિટલ સ્ટાફની સામે એમને આપી દીધું હતું. 108 એમ્બ્યુલન્સના સ્ટાફ વિનુભાઈ ડાભી અને ઈમ્તિયાઝ સૈયદભાઈએ પ્રમાણીકતાથી બધી વસ્તુ અમે ડોક્ટરની હાજરીમાં જમા કરાવ્યું હતું. આવી ઉમદા અને પ્રમાણિકતા અને કર્તવ્ય નિષ્ઠા પૂર્વક ફરજ બજાવી તે બદલ હોસ્પિટલના હાજર ડૉક્ટર તથા સ્ટાફે ગુજરાતની જીવાદોરી સમાન 108 સેવાનો ખુબજ આભાર માન્યો હતો. કપડવંજ 108 એમ્બ્યુલન્સ સ્ટાફ ઈમટી પાઈલોટ વિનુભાઈ ડાભી તથા ઈમ્તિયાઝ સૈયદભાઈનો પણ ખુબ ખુબ આભાર માની અને શાબાશી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...