કપડવંજ-કઠલાલ બેઠક પર નવા જૂનીના એંધાણ!:ભાજપ બક્ષીપંચ મોરચાના પૂર્વ કારોબારી સભ્ય અપક્ષ ઉમેદવારી નોંધાવવા ફોર્મ લેવા પહોંચ્યાં

કપડવંજએક મહિનો પહેલા

સમગ્ર ગુજરાતમાં ચૂંટણી માહોલ જામી ગયો છે. મોટાભાગની બેઠકો પર ઉમેદવાર જાહેર થઈ ગયા છે, તો હજુ કેટલીક બેઠક પર ઉમેદવાર નામ જાહેર થવાના બાકી છે. ત્યારે આજરોજ કઠલાલ તાલુકાના મોટી મૂડેલ ગામના સરપંચ અને જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્ય અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવવા પ્રાંત ઓફિસમાં ફોર્મ લેવા તેમના કાર્યકરો સાથે પહોંચ્યા હતા.

મૂડેલ ગામના સરપંચ અપક્ષ ઉમેદવારી નોંધાવશે
120 કપડવંજ-કઠલાલ બેઠક પર ભાજપ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યાં છે. બે દિવસ પહેલાં જ ભાજપમાંથી રાજેશ ઝાલાને ટિકિટ આપવામાં આવી છે. તો તેને લઈ ક્યાંકને ક્યાંક ભાજપના કાર્યકરમાં અસંતોષ હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે આજરોજ કઠલાલ તાલુકાના મોટી મૂડેલ ગામના સરપંચ દિપક ડાભીએ અપક્ષ ઉમેદવારી નોંધાવવા પ્રાંત ઓફિસમાંથી ફોર્મ લેવા આવ્યા હતા. દીપક ડાભી જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચામાં કારોબારી સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે.

કપડવંજની જનતાનો હંમેશાં વિશ્વાસ અમારી ઉપર રહેશે: દીપક ડાભી
​​​​​​​
આ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, હું અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો છું. આમ જોવા જઈએ તો ભારતીય જનતા પાર્ટી જેની વિચારધારા અને કાર્યકર્તાની પ્રતિષ્ઠાને જોઈને ઉમેદવાર જાહેર કરતી હોય છે. પણ આ વખતે કપડવંજ વિધાનસભામાં કૈક અલગ જ માહોલ દેખાઈ રહ્યો છે. કપડવંજ વિધાનસભાની વાત કરીએ તો અમે કપડવંજ-કઠલાલ ગ્રામ્ય અને શહેર સહિતના પૂર્વ વિસ્તારના ગામોની અંદર ફર્યા છે. જેથી અમે 100થી વધુ સરપંચ, 10થી વધુ જિલ્લા પંચાયત સભ્યો, 15 થી વધુ પૂર્વ જિલ્લા પંચાયત સભ્યો તેમજ 25થી વધુ તાલુકા પંચાયતના સભ્યો સહિત પ્રતિષ્ઠિત નાગરિકો અને આગેવાનોને લઈને અપક્ષ ઉમેદવારી નોંધવવાના છીએ. કપડવંજની જનતાનો હંમેશાં વિશ્વાસ અમારી ઉપર રહેશે અને આ સીટ શ્રધેય વડાપ્રધાનને અર્પણ કરીશું.

આ બાબતે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પક્ષ સાથે ઘણા વર્ષોથી સંકળાયેલા હતા. કપડવંજ તાલુકાના જે ગામડાં છે, તેમાં ભાજપનો ક્યાં કોઈ ઉમેદવાર લડી રહ્યો છે. ખેડા જિલ્લામાં જે ટિકિટોની વહેંચણી થઈ તેમાં લોકોના કેવા પ્રતિભાવો છે, જે કોઈ અંદરથી બહાર આવવા માંગતા નથી.

અન્ય સમાચારો પણ છે...