મામલતદારને રજુઆત:કપડવંજ સ્ટેશન પર રૉ-મટીરીયલની કામગીરીનો વિરોધ થતાં હવે કંપનીએ પોતાનો બચાવ શરૂ કર્યો

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ મજુરો, ટ્રકના ડ્રાઇવરો, વજનકાંટા વાળા, ટ્રાન્સપોર્ટરોને આગળ ધરી આવેદનપત્ર અપાવ્યું

કપડવંજ રેલવે સ્ટેશન વિસ્તારમાં ઘણા સમયથી પ્રદૂષણયુક્ત ડસ્ટ અંગેનો પ્રશ્ન સળગતો રહ્યો છે. આ પ્રદુષણને કારણે 15 હજાર સ્થાનિકોને નુકસાન થતુ હોઇ સાંસદ, ડીઆરએમ, મામલતદારને આવેદનપત્રો આપી પ્રદુષણ ફેલાવતા વ્યવસાયને અન્ય અન્ય સ્થળે સ્થળાંતર કરવા સ્થાનિકો દ્વારા ઉગ્ર રજુઆતો કરવામાં આવી હતી. જે બાબતે સરકાર ઠોસ કામગીરી કરે તે પહેલા પ્રદુસણ ફેલાવતા ઇસમો હરકતમાં આવ્યા છે, જેના દ્વારા કામ સાથે સંકલાયેલા ડમ્પરના ટ્રક ડ્રાઈવર કંડક્ટરો, વજન કાંટાવાળા, ટ્રાન્સપોર્ટ વાળાઓ, મજુરોને આગળ ધરી આ બાબતનો સખત વિરોધ કરી સ્થળાંતર રોકવા મામલતદારને રજુઆત કરી છે.

આ અંગે સુજલ લોજિસ્ટિક કંપનીના મનોજ કુમાર મણિલાલ મહેશ્વરી, લેબર કોન્ટ્રાક્ટર મંગાજી મારવાડી, ટ્રાન્સપોર્ટરો ખોડાભાઈ દેસાઈ, બીમલ પટેલ, મૌલિક પટેલ લેબર તેજલબેન, પુનમબેન વગેરેએ પ્રાંત કચેરી બહાર “અમારી રોજગારી ના છીનવો”ના નારા અને બેનરો સાથે આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ સુજલ લોજિસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ સને 2016-17 થી બોકસાઈટ અને ક્લીનકર રેન્ક દ્વારા વહન કરે છે. જેના થકી રેલવેની અંદાજીત રૂપિયા 125 કરોડની આવક થઇ છે. આ ધંધાથી રૂપિયા 25 થી 30 કરોડ ટ્રાન્સપોર્ટેશન, મજુરી, મશીનરી, પેટ્રોલ પમ્પ, વેબ્રિજ વિગેરે આવક અને રોજગારી મેળવે છે. હરરોજ 200 ડ્રાઇવર, સહિત 5 હજાર લોકોને આ વ્યવસાય થકી રોજગારી મળતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...