બાળકો શિક્ષક બની ખુશખુશાલ:કપડવંજની શાળામાં શિક્ષક દિનની ઉજવણી; એક દિવસીય શિક્ષક બની વિદ્યાર્થીઓએ આનંદ મેળવ્યો

કપડવંજ22 દિવસ પહેલા

શિક્ષક દિવસએ શિક્ષકોના માનમાં ઉજવવામાં આવતો દિવસ છે. શિક્ષક દિન દર વર્ષની 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન‎નો જન્મદિવસ છે, આ દિવસને તેમની યાદમાં ભારતમાં શિક્ષક દિન તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.કપડવંજ તાલુકાની શાળાઓમાં શિક્ષક દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ આંનદ અને ઉત્સાહપૂર્ણ શિક્ષક બની પોતાની શિક્ષણ અંતર્ગત કામગીરી કરી હતી. શિક્ષણ કાર્ય દરમિયાન વિવિધ વિષયોમાં ચર્ચા વિચારણા, ગણિત ગમ્મત, ગદ્ય-પદ્ય ઉપરાંત બાળકોએ વર્ગખંડમાં પ્રશ્નોત્તરી પણ કરી હતી.

તાલુકાના કાવઠ, વઘાસ, વડોલ, માલ ઈંટાડી, ઉકરડીના મુવાડા સહિતના તાલુકાની શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષક બનીને વિવિધ વિષયોની તૈયારીઓ સાથે શાળામાં આવી વર્ગખંડમાં જઈને શિક્ષકની ભૂમિકા ભજવવાનો આનંદ મેળવ્યો હતો. જેના કારણે વિદ્યાર્થીઓ સવારથી જ ખુશખુશાલ મુદ્રામાં જોવા મળ્યા હતા. વિદ્યાર્થિનીઓ પણ આજ રોજ સાડી પહેરી શાળાએ આવતા આનંદિત જોવા મળી હતી.

બાળકોને શિક્ષક બનાવાનો મોકો મળતા જ તેઓ ખુશખુશાલ થઈ ગયા હતા. શિક્ષક બાળક માટે આદર્શ હોય છે. આજના દિવસે તેમને આ પ્લેટફોર્મ મળવાને કારણે એક શિક્ષકને પણ વર્ગખંડમાં બાળકો સાથે શીખવા, શીખવવાની પ્રક્રિયામાં ભાગીદારી કરવાની હોય છે. બાળકોને શીખવાનો અને આજના દિવસે એક શિક્ષક તરીકે જીવવાનો આનંદ મળ્યો હતો. ત્યારે, બાળકોને ખુશીઓનો પાર નહોતો. અને બાળકો હોંશે હોંશે શિક્ષક બની પોતાની તૈયારી સાથે શાળામાં આવ્યા હતા. અલગ અલગ વિષય જેમ કે, હિન્દી, ગુજરાતી, અંગ્રેજી કે ગણિત જેવા વિષયો પર પૂરતી તૈયારી કરી તે પ્રમાણેના તાસ યોજયા હતા. જેમાં, વડોલ શાળામાં કુલ 42 બાળકો, માલ ઈંટાડી શાળામાં કુલ 16 બાળકો અને ઉકરડીના મુવાડામાં હાઈસ્કૂલ તેમજ અન્ય તાલુકાની પ્રાથમિક શાળા અને હાઈસ્કૂલમાં મોટી સંખ્યામાં બાળકોએ શિક્ષક બની વિવિધ વિષયોમાં શિક્ષણ કાર્ય કરી રસપ્રદ માહિતી અને સમજૂતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...