ભેળસેળીયા તત્વોમાં ફફડાટ:કપડવંજમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનો સપાટો; ઓચિંતો છાપો મારી કેટલીક દુકાનોના નમુના તપાસ અર્થે મોકાલાયા

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ નગરમાં ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ - નડીઆદ દ્વારા નગરની વિવિધ ફરસાણ અને મીઠાઈની દુકાનોમાં ઓચિંતો છાપો મારી કેટલીક દુકાનોના નમુના તપાસ અર્થે મોકલ્યા હતા. તહેવારોના ટાણે જ ઓચિંતા છાપાથી ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

મળતી માહિતિ અનુસાર, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ-નડીઆદના એચ.કે. સોલંકી તથા તેમની ટીમ દ્વારા કપડવંજની કુલ-6 પેઢી કે જે મીઠાઈ, ફરસાણ બનાવી ધંધો કરે છે, તેની તપાસ કરી હતી. તમામ પેઢીમાંથી વધુ તપાસ અર્થે 2 નમુનાઓ એફએસએસ એક્ટ 2006 હેઠળ લઈ સરકારી લેબમાં મોકલવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કપડવંજ નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ફુડ ઈન્સપેક્ટરની જગ્યા ખાલી છે. હાલ ખાદ્ય ચીજોમાં ભેળસેળનું નિયંત્રણ જિલ્લા કક્ષાએ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર હસ્તક છે. જેમાં સમગ્ર જિલ્લામાં કુલ -5 ફુડ ઈન્સપેક્ટર અને સિનિયર ફુડ ઈન્સપેક્ટર ફરજ બજાવી રહ્યાં છે. વિવિધ ધાર્મિક તહેવારોના ટાણે અને તે સિવાયના સમયમાં જોઈએ તેટલો સમય આપી શક્તા નથી. જેથી કપડવંજની પ્રજાની આરોગ્યની સુખાકારી માટે ફુડ ઈન્સપેક્ટરની જગ્યા કાયમી થવી જોઈએ તેમ પ્રજાના સુરમાં સંભળાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...