માંગણી:કપડવંજના ખેડૂતોને ક્રોપ લોનમાં વ્યાજ માફી છતાં ખોટી રીતે વ્યાજ વસૂલાતાં CMને રજૂઆત

કપડવંજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 27 મે 2019માં સરકાર દ્વારા વ્યાજ નહીં વસુલવા સૂચના આપી હોવા છતાં બેંકોએ વ્યાજ વસુલ્યું

2017માં રાજ્યના મુખ્યમંત્રી દ્વારા જે ખેડૂતોએ 3 લાખ સુધીની કેસીસી લોન લીધી હોય તેમને વ્યાજ માફી આપવામાં આવી હતી. પરંતુ તાલુકાની તમામ બેંકો દ્વારા ખોટી રીતે ખેડૂતો પાસેથી ક્રોપ લોનનું વ્યાજ વસુલાતા કપડવંજના અનંતકુમાર પટેલે મુખ્યમંત્રીને પત્ર લખી આ મામલે રજૂઆત કરી છે.તેઓએ મુખ્યમંત્રીને લખેલ પત્રમાં જણાવ્યું હતું કે, સને 2017માં મુખ્યમંત્રી દ્વારા ખેડૂતોને 3 લાખ સુધીની કેસીસી લોનમાં વ્યાજ માફી સહિત આપવામાં આવી હતી.

છતાં બેન્કો દ્વારા વ્યાજ લેવામાં આવતા તા. 14 જુલાઈ 2019ના કરેલ ફરિયાદના જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, જો ખેડૂત સમયસર તેના પાક ધિરાણની રકમ ભરપાઈ કરે તો ખેડૂતોને કેન્દ્ર સરકાર ત્રણ ટકા અને રાજ્ય સરકાર ચાર ટકા વ્યાજમાં રાહત આપશે. જે બાબતે તમામ બેંકોને પાક ધિરાણ પરની વ્યાજની રકમ ખેડૂતો પાસેથી વસૂલ ન કરવા અંગે તા. 27 મે 2019ના સૂચના આપવામાં આવી હતી. છતાં કપડવંજ તાલુકામાં આવેલ તમામ બેંક દ્વારા ખેડૂતો પાસેથી ક્રોપ લોનનુ વ્યાજ વસૂલવામાં આવે છે.

તાલુકામાં આવેલ તમામ બેંકના જવાબદાર અધિકારીઓ પાસેથી ખુલાસા લેવામાં આવે
ખેડૂતોએ વર્ષ 2017 થી ક્રોપ લોન લીધેલ હોય અને સમયસર ભરપાઇ કરી હોય, તેવા કેટલા ખેડુતોને માફીનો લાભ આપ્યો? વ્યાજની રકમ બેંકના નિયમ પ્રમાણે વસૂલવામાં આવે છે કે નહીં? 2017માં પાક ધિરાણ લીધેલ ખેડૂતોને વ્યાજ માફી આપવાની જાહેરાત કર્યા પછી બેંક પાસેથી જે ખેડૂતોએ ક્રોપ લોન લીધેલ હોય અને સમયસર ભરપાઈ કરેલ હોય તેવા ખેડુતોની યાદી બનાવી તેમને વ્યાજની રકમ પરત કરવી જોઇએ. - અનંતભાઈ પટેલ, સહકારી આગેવાન.

અન્ય સમાચારો પણ છે...