રજુઆત:કપડવંજ સ્ટેશન ઉપર રો-મટીરીયલથી થતું પ્રદૂષણ અટકાવવા આવેદન સુપરત

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તારના 15 હજારથી વધુ રહેવાસીની તકલીફ દુર કરવા રજુઆત કરાઇ

કપડવંજ રેલવે સ્ટેશન પર બોગી માંથી ઉતરતા રો-મટીરીયલની કામગીરીને કારણે થતા પ્રદુષણથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રદુષણ ફેલાવતી કામગીરી બંધ કરાવવા અંગે આજે સ્થાનિકો દ્વારા પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. મહત્વની વાત છે કે થોડા દિવસો અગાઉ સાંસદ દેવુસિંહ ચૌહાણ કપડવંજની મુલાકાતે આવ્યા હતા, ત્યારે પણ સ્થાનિકો દ્વારા આ મામલે સાંસદ અને પ્રાંત અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી.

આજરોજ વોર્ડ નં.3 અને વોડૅ નં.7 ના રહેવાસીઓ દ્વારા કપડવંજ નગરપાલિકાના પ્રમુખ અને કમિટીના સદસ્યોને આવેદનપત્ર આપી રેલવે સ્ટેશન પર ફેલાતા પ્રદુષણને અટકાવવા રજુઆત કરવામાં આવી છે. આ વિસ્તારના આશરે 15 હજારથી વધુ નાગરિકોને પડતી તકલીફો, ખેતીના પાકને થતા નુકસાન તેમજ વિસ્તારમાં ભણતા 2500 થી વધુ બાળકોની તકલીફો અંગે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.

પ્રમુખ તથા સભ્યો દ્વારા રજૂઆત સાંભળીને યોગ્ય કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી. ઉપરાંત વિસ્તારના હિમાંશુ શાહ દ્વારા પણ અગાઉ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને રાજ્યના પૂર્વ મંત્રી બિમલભાઈ શાહને આ બાબતે યોગ્ય કાર્યવાહી અર્થે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...