ચૂંટણી જાહેર થતાં જ તંત્ર સક્રિય:કપડવંજમાં આચારસંહિતાનો કડક અમલ; 86 ઉપરાંત વિવિધ સ્થળોએથી પોસ્ટર-બેનર્સ તથા ભીંત સૂત્રો ઉતારી લેવાયા

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

120 કપડવંજ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતાં જ પંથકમાં આચારસંહિતાનો કડક અમલ કરવામાં આવ્યો છે. જેમાં વિવધ સ્થળેથી રાજકીય પક્ષોને લગતાં બેનરો-હોર્ડિંગ્સ અને પોસ્ટરો ઉતારી લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

86 ઉપરાંત વિવિધ સ્થળોએથી પોસ્ટર-બેનર્સ તથા ભીંત સૂત્રો ઉતારી લેવાયા
કપડવંજ પંથકમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતાની કડક અમલવારી કરવામાં આવી રહી છે. તેના પ્રથમ દિવસે 86 ઉપરાંત વિવિધ સ્થળોએથી પોસ્ટર-બેનર્સ તથા ભીંત સૂત્રો અને આ સંદર્ભના તમામ રાષ્ટ્રીય પક્ષોની જાહેરાતને લગતા તમામ સાહિત્યને ઉતારી લેવામાં આવ્યા હતા અને આ કાર્યવાહી હજુ પણ સતત ચાલી રહી છે. આ કાર્ય અંગે ચૂંટણી અધિકારી દ્વારા નિમવામાં આવેલા કપડવંજ નગર સેવાસદનના ચીફ ઓફિસર સાવનકુમાર રતાણીના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચના આદેશ તથા નિયમો અનુસાર 120 કપડવંજ વિધાનસભા મત વિસ્તારમાં આચારસંહિતાના નિયમોનો કડક અમલ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...