બાળકીને રમાડીને પરત ફરતાં મોત મળ્યું:ભૂંગળીયા પાટીયા પાસે એસટી બસ-બાઈક વચ્ચે અકસ્માત; જામાજીના મુવાડાના યુવાનનું મોત; 6 મહિનાની બાળકીએ પિતાની છત્રછાયા ગુમાવી

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના ભૂંગળીયા તાબેના જામાજીના મુવાડા ગામના યુવાન સંજયભાઈ કનુભાઈ પરમારનું બસ સાથેના માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટનાની કપડવંજ રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

બાઈક અને એસટી બસ વચ્ચે અકસ્માત થયો
કપડવંજ તાલુકાના આબવેલ ગામમાં સાસરીમાં તહેવારોની રજામાં તેમની 6 મહિનાની બાળકી રમાડવા માટે સંજયભાઈ ગયા હતા. તેમજ તેમની પત્ની બિમાર હોવાથી તેમના ખબર અંતર કાઢી દવાની સારવાર કરી આજ રોજ સવારે પોતાના ગામ આવી નોકરી માટે નીકળવાના હતા. તેમના વતન ભૂંગળીયા ગામ આવતી વખતે આ અકસ્માત થયો હતો. તેઓ નોકરી અમદાવાદ જવાના હતા, ત્યારે તેમને ખ્યાલ પણ નહીં હોય કે આજનો દિવસ તેમનો અંતિમ દિવસ હશે.

સમગ્ર ગામમાં અને પંથકમાં ઘેરા શોકની લાગણી
પ્રાપ્ત માહિતી અનુસાર, આજે ભૂંગળીયા ગામના સંજયભાઈ ઉ. વર્ષ 23 સવારે સાત કલાકે આબવેલ ગામથી આવતા ભૂંગળીયા પાટીયા પાસે બાઇક નંબર GJ07 E A7499 અને એસ.ટી. બસ નંબર GJ 18 Z4436 બસ વચ્ચે અકસ્માત થતાં તેમનું મોત થયું હતું. તેમના લગ્નના ત્રણ વર્ષ થયા હતા અને ત્રણ વર્ષ પછી ભગવાને એક બાળકી આપી છે, જે 6 મહિનાની છે. હજી બાળકી તેના પિતાના ખોળામાં રમી પણ નથી. ત્યારે તેના પિતા ભગવાનના ખોળામાં જતા રહ્યા. આ દુઃખદ સમાચારથી સમગ્ર ગામમાં અને પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આ સમગ્ર ઘટનાની કપડવંજ રૂરલ પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ આગળની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...