MBBSમાં દરેક વર્ષે ફર્સ્ટ ક્લાસ:કપડવંજનું ગૌરવ વધારતાં સાયન્સ કોલેજના અધ્યાપકના સુપુત્ર; તાજેતરમાં નીટમાં ઉચ્ચ મેરીટ મેળવ્યું

કપડવંજ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ સાયન્સ કોલેજના અધ્યાપકના સુપુત્ર ડૉ. હર્સિધ્ધ સોલંકીએ તાજેતરમાં નીટ PGની પરીક્ષામાં ઉચ્ચ મેરીટ મેળવીને કપડવંજનું ગૌરવ વધાર્યું છે. એમ. એસ. યુનિવર્સિટીની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં MBBS દરમ્યાન દરેક વર્ષ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું હતું. હાલ ડૉ. હર્સિધ્ધને એમ.ડી. રેડીયોલોજી તરીકે અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાં એડમીશન મળ્યું છે
MBBS ફર્સ્ટ ક્લાસ બાદ MDમાં એડમિશન
કપડવંજ સાયન્સ કોલેજના અધ્યાપક ભરત એમ. સોલંકીના સુપુત્ર ડૉ. હર્સિધ્ધ સોલંકીએ તાજેતરમાં નીટ PGની પરીક્ષામાં ઉચ્ચ મેરીટ મેળવીને કપડવંજનું ગૌરવ વધાર્યું છે. તેઓને હાલ એમ.ડી. રેડીયોલોજી તરીકે અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાં એડમિશન મળ્યું છે. હર્સિધ્ધે ધો.10માં 99.94 PR અને ધો.12માં એમ.પી. હાઈસ્કૂલમાંથી 99.39 PR સાથે કેન્દ્રમાં પ્રથમ સ્થાન મેળવી એમ. એસ. યુનિવર્સિટીની સયાજીરાવ ગાયકવાડ હોસ્પિટલમાં MBBSમાં દરેક વર્ષ ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કર્યું હતું.
લક્ષ્ય તરફ મહેનત કરી નીટની પરીક્ષા ઉત્તીર્ણ કરી
હર્સિધ્ધના પિતા પ્રો. બી.એમ. સોલંકી કપડવંજની સાયન્સ કોલેજમાં છેલ્લા 30 વર્ષથી ફરજ બજાવે છે જ્યારે માતા જ્યોત્સનાબેન ગૃહિણિ છે. તેના મોટાભાઈ ડૉ. ઓજસ સોલંકી રાજકોટ સીવીલમાં એમ.ડી. તરીકે ફરજ બજાવે છે. હર્સિધ્ધે જણાવ્યું હતું કે, નીટ પી.જી.ની પરીક્ષા માટે દરરોજ 16 કલાકથી વધુ સમય મહેનત કરતો હતો. આ સમય દરમ્યાન ઘણી વિષમ પરિસ્થિતિ આવી હતી પણ સહેજ પણ ડગ્યા વગર પોતાના લક્ષ્ય તરફ તેણે મહેનત કરી નીટની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...