કપડવંજના ભગિની સમાજમાં સ્નેહ મિલનનો કાર્યક્રમ ઉજવાયો હતો. આધુનિક યુગમાં ભાગદોડવાળી જિંદગીમાં સોસાયટીમાં એકબીજાને મળતું રહેવું અને અને અવનવી પ્રવૃત્તિ કરતાં રહેવું એ ખૂબ જરૂરી બની જાય છે. વિવિધ પ્રવૃત્તિઓ થકી લોકોમાં એક નવો ઉન્મેષ જન્મતો હોય છે અને એનાથી લોકોમાં આત્મીયતાનો ગુણ કેળવાતો હોય છે. આવું જ કંઈક કાર્ય કે પ્રેક્ટીસ કપડવંજના ભગિની સમાજ દ્વારા અવાર નવાર થતું રહે છે.
નવા વર્ષની શુભકામનાઓ પાઠવી
ભગિની સમાજ કપડવંજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ નીલા પંડયા, મંત્રી નયના ગાડી, લતા પરીખ, અંજનાબેન, કલાબેન, પ્રતીક્ષાબેન, હેમલતાબેન, પૂજાબેન આચાર્ય, કારોબારી મંડળની બહેનો તથા ભગિની સમાજની બહેનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. સહુએ નવા વર્ષની એકબીજાને શુભકામનાઓ પાઠવી હતી.
વિવિધ કાર્યક્રમ મહિલાઓ માટે યોજાય
આ પ્રસંગે અવનવી રમતો રમી, અંતાક્ષરી રમી અનેકવિધ પ્રવૃત્તિઓનું શેરિંગ એકબીજા સાથે કર્યું હતું. ત્યારબાદ સાથે અલ્પાહાર લીધો હતો. ભગિની સેવા સમાજ અવાર નવાર વિવિધ કાર્યક્રમ મહિલાઓ માટે યોજે છે. નાની મોટી સહુ બહેનોને નવું જાણવા માણવા મળે ને આગળ વધવા મળે તેના માટે સતત પ્રયત્નશીલ રહે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.