કપડવંજ તાલુકાનું 1500ની વસ્તી ધરાવતું સિહોરા ગામ રાજ્યની ઓળખ બન્યું છે. ખેતીપ્રધાન ગામના પપૈયા સમગ્ર રાજ્યમાં પ્રખ્યાત છે, જેના કારણે પપૈયાની સીઝનમાં દુર દુર થી વેપારીઓ પપૈયાની ખરીદી કરવા સિહોરા ગામે આવતા હોય છે. ગામમાં સાક્ષરતાનું પ્રમાણ પણ ઊંચુ હોઈ આ ગામે 60 થી વધુ સરકારી અધિકારી પણ આપ્યા છે. પાયાની સુવિધાઓથી સુસજ્જ ગામમાં આગામી દિવસોમાં સીસીટીવ કેમેરા પણ કાર્યરત થશે તેમ સરપંચે જણાવ્યું હતું.
જે ગામમાં વિકાસની સાથે શિક્ષણનો દર સારો હોય તે ગામ રાજ્યની પ્રગતિમાં ભાગીદાર બનતુ હોય છે. વાત છે કપડવંજ તાલુકાના શિહોરા ગામની જ્યા 1500 ની વસ્તી હોવા છતાં આગામે રાજ્યને 60 અધિકારીઓ આપ્યા છે. આ ગામમાંથી 2 મામલતદાર, 1 DYSP, 1 PSI, 1 ખેતીવાડી અધિકારી, 16 શિક્ષકો, 7 તલાટી, 1 ડોક્ટર, 2 કારકુન, 1 વેટરનરી ડોક્ટર, 2 આરોગ્ય કર્મચાર, 2 સેલટેક્સ ઇન્સ્પેક્ટર, 2 આર્મી જવાન, 3 વીજ વિભાગ, સહિત જુદા જુદા વિભાગોમાં અધિકારી ફરજ બજાવી રહ્યા છે.
એટલું જ નહી.. આ ગામ વિકાસનું પર્યાય પણ બની રહ્યું છે. અહી છેલ્લા એક વર્ષમાં જ રૂ.27 લાખના ખર્ચે વિકાસ કાર્યો થયા છે. ગામમાં આવેલી ધોરણ 1 થી 8 ની પ્રાથમિક શાળામાં સુવિધા વધારવી, પાણીના બોર અને ટાંકાની વ્યવસ્થા કરવી, તમામ વિસ્તારોમાં આરસીસી રોડ તેમજ બ્લોક પાથરીને રસ્તા પણ બનાવવામાં આવ્યો છે. ખેતીપ્રધાન એવા સિહોરા ગામના ખેડૂતોની 750 વિઘા થી વધુ જમીન આવેલી છે. જેમાંથી 500 વિઘા જમીનમાં પપૈયાનું વાવેતર કરી મબલખ ઉત્પાદન મેળવી ગામ આર્થિક રીતે સધ્ધર બન્યું છે.
ગામને ડિજિટલ બનાવવાનું સ્વપ્ન ટૂંકમાં પૂર્ણ થશે
અમારું ગામ ટૂંક સમયમાં ડિજિટલ બનાવવાનું અમે ગ્રામજનો સાથે મળી સપનું જોયું છે. ટૂંક સમયમાં તે પરિપૂર્ણ કરીશું. છેલ્લા એક વર્ષમાં ગામમાં રૂ.27 લાખના વિકાસ કાર્યો હાથ ધરાયા છે. આગામી સમયમાં પણ ગામમાં સીસીટીવી જેવા વિકાસ કાર્યો હાથ ધરી ગામને ડિજિટલ બનાવીશું., ગીરીશભાઈ પંચાલ, સરપંચ, સિહોરા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.