પાણીની ગંભીર સમસ્યા:કપડવંજના વડાલી ગ્રામ પંચાયતના પેટા પરા વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હજુ ચોમાસાને દોઢ માસ જેટલો સમય બાકી હોય આ ગામડાઓની પરિસ્થિતિ વધુ બગડશે
  • વનોડા જૂથનું પાણી પહોંચાડાય તો આ પેટા પરા વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થાય

કપડવંજ તાલુકાના વડાલી ગ્રામ પંચાયતના પેટાપરા બાપુજી નામુવાડા અને હેમતાજીના મુવાડામાં પાણીની સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે. પેટાપરા બાપુજીના મુવાડાની અંદાજે 754 વસ્તી છે. જ્યારે હેમતાજીના મુવાડાની અંદાજે 672ની વસ્તી છે.

આ બંને પેટાપરા વિસ્તારના ગામોમા પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થયેલ છે પંચાયત હસ્તકના બોર પાણીના તળ બિલકુલ નીચા જવાથી નિર્જીવ થઈ ગયા છે. ખેતરોમાં પ્રાઈવેટ બોરમાં કંઈક અંશે પાણી મળતુ હોય ત્યાથી બહેનો દૂર સુધી જઈ મહામુસીબતે પાણી લાવી પશુધન અને ઘરનુ પાણી પુરું કરી રહ્યા છેં. રાત્રે અગિયાર વાગ્યા સુધી પાણીની પળોજણમાં બહેનો ઊંઘી નથી શકતા. હજુ ચોમાસાને દોઢ માસ જેટલો સમય બાકી હોય આ ગામડાઓની પરિસ્થિતિ વધુ બગડવાની છે એ ચોક્કસ છે.

પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી રહેલા પેટા પરા વિસ્તારના ગામડાઓમાં આજદિન સુધી વનોડા જૂથ યોજનાના પાણીની પાઈપલાઈન ન હોવાને કારણે પહોંચ્યુ નથી વડાલી સુધી જ વનોડા જૂથનુ પાણી પહોંચે છે. વડાલીના ઉપરોક્ત પરા વિસ્તારોમાં વડાલીથી નવી પાઈપલાઈન નાખી વનોડા જૂથનું પાણી પહોંચાડવામાં આવે તો આ પેટા પરા વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થાય તેમ છે.

ઉલ્લેખનીય છે કે, કપડવંજ તાલુકાના વડાલી ગ્રામ પંચાયતની પેટા પરા બાપુજીના મુવાડા અને હેમતાજીના મુવાડામાં પાણીની વિકટ સમસ્યા હોઇ રહીશોને પીવાના પાણી માટે આમતેમ ભટકવું પડે છે. પાણીની પુરવઠા વિભાગ દ્વારા સત્વરે ઘટતું કરી રહીશોને પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી માગ છે.

અન્ય સમાચારો પણ છે...