પાણીની સમસ્યા:વનોડા જૂથ યોજાનાના છેવાડે આવેલ વડાલી ગામે પાણીની ગંભીર સમસ્યા

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વાસ્મો યોજનામાં નોંધાયેલા 24 મકાનમાં ધીમા પ્રેશરના કારણે આજ સુધી પાણી મળ્યું નથી

કપડવંજ તાલુકાના વડાલી ગામના લોકો હાલ પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. ગામમાં વનોડા જૂથ પાણી પુરવઠાનું પાણી બે દિવસના સમયાંતરે આવે છે. અને આ ગામ જૂથ યોજનાનું છેલ્લું ગામ હોવાથી અને પાઇપલાઇનમાં રહેલી લીકેજને કારણે ધીમાં પ્રેશર પાણી આવતું હોવાથી પાણીની ખોટ ગ્રામવાસીઓ પડી રહી છે.

વડાલી ગામના 60 ટકા વિસ્તારને પાણીનો પુરવઠો પૂરું પાડતું જૂથનું પાણી સંપમાં ખૂબ ઓછા પ્રેશથી અને અપૂરતું આવે છે. જેથી પાણીના સંપ પાસે એક રીંગ બોર બનાવવામાં આવે તો પાણી સંપમા નાખી ‌લોકો સુધી પહોંચાડી શકાય તેમ છે. બાકી રહેલા 40 ટકા વિસ્તારમાં પાણીની ગંભીર સમસ્યા સર્જાયેલ છે. જો ગામના રેલવે વિસ્તાર અને પાણીના સંપ પાસે બે રીંગ બોર તાત્કાલિક ધોરણે નાખવામાં આવે તેવી માંગણી વિસ્તારના રહીશો દ્વારા કરવામાં આવી છે. હાલના ધોરણે 15માં નાણાપંચની ગ્રાન્ટ વાપરવાની વહીવટી ન મળી હોવાથી આ કામ કરવા માટે ગ્રામપંચાયતના હાથ બંધાયેલા છે.

કનેક્શન હોવા છતાં આજ સુધી પાણી નથી આવતું
વિસ્તારમાં 25 જેટલા મકાનોને વાસ્મો યોજના હેઠળ આવેલા છે. ત્યાં નળ કનેક્શન આપવામાં આવ્યા હોવા છતાં છેવાડાનું ગામ અને ઓછુ પ્રેશર હોવાને કારણે આજ સુધી પાણી પહોંચ્યું નથી. > સુશીલાબેન પરબતસિંહ પરમાર, સરપંચ, વડાલી

અન્ય સમાચારો પણ છે...