ખાડાઓ પૂરવાની પ્રક્રિયા શરૂ:તોરણા પાટિયાથી છીપડી પાટીયા સુધીના રોડ પર ભારે વરસાદ અને ટ્રાફિકને કારણે ખાડા પડી ગયા, પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તોરણા પાટીયાથી છીપડી પાટિયા સુધીના રોડની પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ
  • ભારે વરસાદ અને ટ્રાફિકને કારણે પડી ગયા હતા ખાડા
  • વાહન ચાલકો ટોલ ટેક્સથી બચવા માટે આ રોડનો વધુ પડતો ઉપયોગ કરતા ​​​​​​​હતા

કપડવંજ તાલુકાના તોરણા પાટીયાથી છીપડી પાટીયા સુધી આવેલા ડામર રોડ પર ભારે વરસાદના કારણે અને ભારે વાહનોની વધારે પડતી અવર-જવરના કારણે મોટા મોટા ખાડા પડી ગયા છે. ત્યારે આ 11 કિલોમીટરના અંતરમાં પાંચ જેટલી શાળાઓ આવેલી છે અને પાંચથી છ ગામો આવેલા છે. ખાડાઓના કારણે અકસ્માત અને વાહનોને પણ નુકસાન થવાની સંભાવના રહે છે. એવામાં કપડવંજ તાલુકામાંથી અમદાવાદ જવા આવવા માટે વાહન ચાલકો ટોલ ટેક્સથી બચવા માટે આ રોડનો વધુ પડતો ઉપયોગ કરતા જોવા મળે છે. જેના કારણે કપડવંજના તોરણા પાટીયાથી છીપડી પાટિયા સુધીના રોડની પેચ વર્કની કામગીરી હાથ ધરાઈ હતી.

ચાલકો ટોલ ટેક્સથી બચવા માટે આ રોડનો વધુ પડતો ઉપયોગ કરે છે
આમ ભારે વાહનો અને ડમ્પરીયાની વધારે પડતી અવર-જવરના લીધે આ રોડને નુકસાન થઈ ગયું છે. કપડવંજના ધારાસભ્ય કાળુ સિંહ ડાભીએ કપડવંજ માર્ગ અને મકાન વિભાગ પંચાયતના અધિકારીને આ રોડની મરામત કરવા રજૂઆત કરી છે.

પેચ વર્કની કામગીરી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે
આ અંગે માર્ગ અને મકાન પંચાયત કપડવંજના નાયબ કાર્યપાલક ઈજનેર કેતનભાઈ પરીખે જણાવ્યું હતું કે, ગત મે માસમાં વરસાદ શરૂ થયા પહેલા પેવર પટ્ટાની કામગીરી કરેલ છે. પરંતુ, સદર રસ્તા ઉપર અમદાવાદ ઈન્દોર નેશનલ હાઈવે પર આવવા વાહન ચાલકો ટોલટેક્સથી બચવા માટે આ રસ્તાનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છે અને, અતિભારે ટ્રાફિક રહે છે. ગત ચાર દિવસના ભારે વરસાદથી કેટલાક ભાગમાં પાણી ભરાઈ રહેવાના કારણે રસ્તો ડેમેજ થયો હતો. જેને વેટ મિક્ષ મટીરીયલ દ્વારા પેચ વર્કની કામગીરી બે દિવસમાં પૂર્ણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...