વાહન ચાલકોની સુવિધામાં વધારો:કપડવંજમાં ખરાબ થઈ ગયેલા રોડનું સમારકામ શરૂ; નવા મુવાડાથી મોટી રત્નાકર માતા, દહીયપ રોડની મરામત આગામી દિવસોમાં પૂર્ણ થશે

કપડવંજએક મહિનો પહેલા

કપડવંજ તાલુકામાં વરસાદને લઈને ખરાબ થઈ ગયેલા રોડનું સમારકામ માર્ગ અને મકાન વિભાગ, કપડવંજ પંચાયત દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.

આગામી 15 દિવસમાં પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવશે
કપડવંજ તાલુકામાં માર્ગ અને મકાન પંચાયત વિભાગ દ્વારા બે તાલુકાના નેશનલ હાઇવેને જોડતા અતિભારે ટ્રાફિકવાળા કપડવંજ તાલુકાના તોરણા સ્ટેશનથી કાણીએલ છીપડી રોડની સાઇડના જંગલ કટીંગ ખરાબ સપાટી વાળા રસ્તાની ડામર કામગીરી પેપર પટ્ટા મારીને કરવામાં આવી છે. આ અંગે કપડવંજ માર્ગ મકાન પંચાયત વિભાગના નાયબ કાર્યપાલક કેતનભાઇ પરીખે જણાવ્યું હતું કે, કપડવંજ તાલુકાના ભારે ટ્રાફિકવાળા રસ્તાઓ શેલગઢ, બાવાનામુવાડા, તેલનાર, સ્ટેટ હાઇવેથી વડાલી રોડ, નવા મુવાડા મોટા રત્નાગર માતા દહીયપ રોડ કપડવંજ અગરાજીના મુવાડા, રમોસડી, બોભા, તેલનાર નિરમાલી રોડ તથા આ ઉપરાંતના અન્ય ગ્રામ્ય માર્ગોની આગામી 15 દિવસમાં પેચની કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

ખરાબ થઈ ગયેલા રોડનું સમારકામ હાથ ધરાયું
જ્યારે, નવા મુવાડાથી મોટી રત્નાકર માતા, દહીયપ રોડની મરામતની કામગીરી આગામી દિવસોમાં પૂર્ણ થઈ જશે. કપડવંજમાંથી તારીખ 7, 8, 9 ના રોજ મોટી રત્નાકર માતા અને નાની રત્નાકર માતામાં લોક મેળો ભરાય છે. જેના, અનુસંધાને નવા મુવાડાથી રત્નાકર માતાના રોડની મરામતની કામગીરી પૂર્ણ થઇ જશે. જેથી, દર્શનાર્થીઓને અગવડ નહીં પડે તેમ તેમણે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...