ઇનામ વિતરણ સમારોહ:ફોટોગ્રાફી સ્પર્ધા 2022નો ઇનામ વિતરણ સમારોહ કપડવંજ કેળવણી મંડળમાં યોજાયો

કપડવંજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક

“શ્રી યોગેન્દ્રભાઈ એસ. શાહ ફોટોગ્રાફી સ્પર્ધા 2022નો ઇનામ વિતરણ સમારોહ કપડવંજ કેળવણી મંડળમાં યોજાયો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન ગોપાલભાઈ શાહ (મંત્રી, કપડવંજ કેળવણી મંડળ), અતિથિ વિશેષ ચીફ ઓફિસર સાવનકુમાર રતાણી, કપડવંજ નગર સેવા સદન અને કપડવંજ કેળવણી મંડળના કારોબારી સભ્ય સંજયભાઈ શાહ, મંત્રી અનંતભાઈ શાહ, સી.ઈ.ઓ. મૌલિકભાઈ ભટ્ટ, સંસ્થાઓના વડાઓએ હાજર રહીને સ્પર્ધકોમાં ઉત્સાહ વધાર્યો હતો.

કપડવંજ કેળવણી મંડળ સંચાલિત શંકરલાલ હરજીવનદાસ શાહ સાંસ્કૃતિક કેન્દ્ર દ્વારા "શ્રી યોગેન્દ્રભાઈ એસ. શાહ ફોટોગ્રાફી સ્પર્ધા 2022"નું આયોજન કરવામાં આવ્યું હતું. ફોટોગ્રાફી સ્પર્ધા 2022માં કુલ 3 વિભાગમાં 190 સ્પર્ધકોએ ભાગ લીધો. આ સ્પર્ધામાં વિભાગ -1માં ગ્રીશા પટેલ પ્રથમ, હેતુલ પ્રણામી દ્રિતીય, વેદાંત પ્રણામી તૃતીય સ્થાને, વિભાગ -2માં પંકજ કુમાર પ્રથમ, માનસી પટેલ દ્રિતીય, ક્રીશી તૃતીય સ્થાને અને વિભાગ -3માં ફરહીન પઠાણ પ્રથમ, કશ્યપ પટેલ દ્રિતીય, જયપાલસિંહ પરમાર તૃતીય સ્થાન મેળવ્યું. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિલીપભાઈ ભાવસાર અને મંડળના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.

સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
સ્પર્ધામાં લેવાયેલી તસવીર
ઈનામ વિતરણની તસવીર
ઈનામ વિતરણની તસવીર
ઈનામ વિતરણની તસવીર
ઈનામ વિતરણની તસવીર
અન્ય સમાચારો પણ છે...