ગોજારી ઘટનામાં ગયેલા જીવોને શ્રદ્ધાંજલિ:કપડવંજ APMCમાં મોરબી દુર્ઘટના સંદર્ભે પ્રાર્થના સભા યોજાઈ; લોકો દ્વારા સમ્રગ ઘટનાના પગલે ઉગ્ર શોકની લાગણી વ્યકત કરવામાં આવી

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ APMCમાં મોરબી દુર્ઘટના સંદર્ભે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. મોરબી મુકામે તા. 30/10/2022ના રોજ કેબલ બ્રિજ તુટતાં ગોજારી દુર્ઘટના સર્જાઇ હતી. તેમાં 130 થી વધુ નાગરીકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જેમાં, મોટાભાગે નાના ભુલકાંઓ અને સ્ત્રીઓનો સમાવેશ થાય છે.

તમામ દિવંગત આત્માઓને પ્રભુ ચીર શાંતિ આપે
કપડવંજમાં પ્રાર્થના સભા દ્વારા શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. મોરબીની ગોજારી ઘટનાથી સમ્રગ રાજય તથા દેશ અને વિદેશમાં પણ ઘેરા શોકની લાગણી પ્રસરેલી જોવા મળે છે. આ કેબલ બ્રિજ ઘટનામાં રાજ્યના નાગરીકોના દિવંગત આત્માઓને આદર ચિન્હ તરીકે આજે તા. 02/11/2022ના રોજ સમ્રગ રાજયમાં રાજકીય શોક જાહેર કરવામાં આવ્યો છે. રાજયની કચેરીઓ તથા સંસ્થાઓએ પ્રાર્થના સભાનું આયોજન કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન નિલેશ.એમ. પટેલ, વાઈસ ચેરમેન કાંતિ પટેલ, સેક્રેટરી દક્ષેશ પટેલ સહિત તમામ ડિરેકટરો તેમજ તમામ સ્ટાફ દ્વારા તમામ દિવંગત આત્માઓને પ્રભુ ચીર શાંતિ આપે અને તેમના કુટુંબીજનોને આવી પડેલા દુઃખ સહન કરવાની પુરેપુરી શકિત આપે તેવી પ્રાર્થના કરીને સમ્રગ ઘટના પરત્વે ઉગ્ર શોકની લાગણી વ્યકત કરવામાં આવી હતી.

રક્તદાન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ
​​​​​​​મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ દિવંગતોના આત્માની શાંતિ તેમજ તેમના પરિવારજનોને ઈશ્વર આ આઘાત સહન કરવાની શક્તિ આપે તે માટે કપડવંજમાં પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, નગરપાલિકા, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, હિન્દુ ધર્મ સેના વગેરે વિવિધ સંસ્થાઓ દ્વારા શ્રદ્ધાંજલિ અને પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલુકા સેવા સદન ખાતે રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવીને શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. કપડવંજ ટિમ્બર મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ શંકરભાઈ પટેલે રક્તદાન કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

ઉપરોક્ત સંસ્થાઓ દ્વારા મોરબીમાં ઝૂલતો પૂલ તૂટી પડવાના કારણે થયેલી દુઃખદ ઘટના બદલ દુઃખ વ્યક્ત કરી અને તેમાં મૃત્યુ પામેલ સ્વર્ગસ્થોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી તથા સ્વર્ગસ્થોના પરિવારજનોને આ આઘાત સહન કરવાની પ્રભુ શક્તિ આપે તે માટે પ્રાર્થના કરાઈ હતી.

હનુમાનજી મંદિર ખાતે મીણબત્તી પ્રગટાવી સંવેદના વ્યક્ત કરાઈ
​​​​​​​મોરબીના દિવંગતોને મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી ધર્મેશ મકવાણા મામલતદાર જય પટેલ તથા સ્ટાફ પરિવારે, નગરપાલિકા ખાતે પ્રમુખ મોનિકા પટેલ, ચીફ ઓફિસર સાવનકુમાર રતાણી, સદસ્યો તથા સ્ટાફ, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ કપડવંજ દ્વારા યોજાયેલ શોક સભામાં ચેરમેન નિલેશભાઈ પટેલ, વાઇસ ચેરમેન કાંતિભાઈ પટેલ, સ્ટાફ પરિવારે મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી બે મિનિટનું મૌન પાળ્યું હતું. ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે યોજાયેલ શ્રદ્ધાંજલિ સભામાં સંસ્થાના પ્રમુખ ડૉ. હરીશ કુંડલીયા, બ્લડ બેન્કના પ્રમુખ પુનિતભાઈ ભટ્ટ, મંત્રી શાંતિલાલ પ્રજાપતિ સહિત સ્ટાફ પરિવારે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ રીપલ શાહ તથા સભ્યોએ શ્રી મોટા હનુમાનજી મંદિર ખાતે મીણબત્તી પ્રગટાવી સંવેદના વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...