વીજ મહોત્સવની ઉજવણી:કપડવંજમાં વીજ મહોત્સવ અંતર્ગત વિવિધ યોજના વિશે લોકોને જાણકારી આપવામાં આવી

કપડવંજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ શહેરના ટાઉનહોલ ખાતે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત ઉજ્વલ ભારત ઉજ્જવલ ભવિષ્ય પાવર@2047 અંતર્ગત વીજ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વીજ મહોત્સવ અંતર્ગત વિવિધ યોજના વિશે લોકોને જાણકારી આપવામાં આવી હતી.

વીજ ક્ષેત્રની વિવિધ યોજનાઓની માહિતી આપી
રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણએ તેમના ઉદ્દબોધનમાં જણાવ્યું હતું કે, ભારત દેશ હાલ ત્રણ મહત્વપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. જેમાં આઝાદી કા અમૃત મહોત્સવ કેન્દ્ર સરકારના આઠ વર્ષના શાસન અને ગુજરાત સરકારના સફળતાના 20 વર્ષ છે. વધુમાં રાજ્ય અને કેન્દ્ર સરકારે વીજ ક્ષેત્રે વિવિધ ઉપલબ્ધી વિશે માહિતી આપી હાલ ખેડૂતોને પણ દિવસે વીજ પુરવઠો મળી રહે તે માટે સરકાર કાર્ય કરી રહી છે. ત્યારે આજ રોજ કપડવંજ શહેરમાં વીજ મહોત્સવની ઉજવણી પ્રસંગે એમ.જી.વી.સી.એલના નડિયાદ વર્તુળના અધિક્ષક ઈજનેર પી. સી.પટેલે વીજ ક્ષેત્રની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી.

વીજ કંપનીના અધિકારીઓ અને લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા
આ કાર્યક્રમ પ્રસંગે રાજ્યના ગ્રામ વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ, કપડવંજ નગરપાલિકાના પ્રમુખ મોનિકાબેન પટેલ, ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, ખેડા જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલભાઈ શાહ, એ.પી.એમ.સી. ચેરમેન નિલેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ મંત્રી વિવેક પટેલ, પ્રાંત અધિકારી ધર્મેશભાઈ મકવાણા, અધિક્ષક ઇજનેર વર્તુળ કચેરી નડિયાદ પી.સી.પટેલ, પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ડાભી સહિત ભાજપ સંગઠનના હોદ્દેદારો તથા વીજ કંપનીના અધિકારીઓ અને લાભાર્થીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના અંતે વીજની વિવિધ યોજનાઓ અંગેની ફિલ્મનું નિદર્શન રાખવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન અનુપસિંહ પરમાર એ કર્યું હતું અને કાર્યક્રમને સફળ બનાવવા કપડવંજ વીજ કંપનીના અધિકારીઓને કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...