દંડાત્મક કાર્યવાહી:કપડવંજમાં સમયમર્યાદામાં માહિતી ન આપવાને કારણે ગુજરાત માહિતી આયોગ દ્વારા દંડનો હુકમ

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમયમર્યાદામાં માહિતીના આપવાને કારણે જાહેર માહિતી અધિકારી અને નાયબ નિયામક (ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગર) તથા મદદનીશ અધિકારીને ગુજરાત માહિતી આયોગ દ્વારા રૂ.20,000નો દંડનો હુકમ કરાયો.

પ્રાપ્ત વિગતો અનુસાર બજાર સમિતિ, કપડવંજના સદસ્ય અનંત પટેલ (સોનીપુરાવાળા) દ્વારા કપડવંજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર બાબતે અલગ અલગ તારીખની કરેલ ફરિયાદો બાબતે જાહેર માહિતી અધિકારી અને નાયબ નિયામક, ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગાંધીનગર પાસે RTI થી તા.28/12/2020ના રોજ માહિતી માગવામાં આવી હતી. પરંતુ માહિતી નાયબ નિયામક દ્વારા સમયમર્યાદામાં ન આપેલ હોવાથી અરજદાર અનંત પટેલ દ્વારા માહિતી આયોગ ગાંધીનગરમાં તા.18/05/2022ના રોજ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ માહિતી આયોગમાં ફરિયાદ-04/14/2021થી દાખલ થયા પછી જાહેર માહિતી અધિકારી અને નાયબ નિયામક ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર, ગાંધીનગરને આયોગની નોટિસ મળ્યા પછી તા.24/09/2021ના રોજ પત્રથી મુદ્દા નંબર-1થી 6 બાબતે આશરે નવ મહિના પછી માહિતી આપવામાં આવી હતી.

જેથી સમયમર્યાદામાં માહિતી ન આપવના કારણે અલગ અલગ તારીખે મુદતોમાં સુનાવણી થયા પછી માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા જાહેર માહિતી અધિકારી અને નાયબ નિયામક વિવેક ત્રિવેદીને રૂ.5,000નો દંડ અને મદદનીશ અધિકારી એમ.ટી.ઝાલાને રૂ.15,000નો દંડનો હુકમ કર્યો છે. આ દંડની રકમ સરકારી તિજોરીમાં તા.15/10/2022 સુધીમાં જમા કરવા હુકમમાં જણાવેલ છે. તથા તા.321/10/2022 સુધીમાં આ ભરેલ દંડની રકમની જાણ માહિતી આયોગ ગાંધીનગરને કરવા હુકમ કરેલ છે. તેવું અનંત પટેલ દ્વારા જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...