• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Kapadvanj
  • Passenger's Jewelery Lost In Bus From Morbi To Kapdwanj; Rs. The Passenger Breathed A Sigh Of Relief When The Bus Conductor Returned The Chain Of 80 Thousand

પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ:મોરબીથી કપડવંજની બસમાં મુસાફરનો દાગીનો ખોવાયો; રૂ. 80 હજારનો ચેઈન બસ કંડક્ટરે પરત કરતાં મુસાફરે રાહતનો શ્વાસ લીધો

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ ડેપો ખાતે મોરબીથી કપડવંજ આવતી બસમાં એક મુસાફર મોરબીથી બેસીને અમદાવાદ જવા નીકળ્યો હતો. રસ્તામાં તેમની સોનાની ચેઈન બસમાં પડી ગઈ હતી. કંડક્ટરે અંદાજે દોઢ તોલાની આ ચેઈન પ્રામાણિકતાથી પરત કરી હતી અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

મુસાફરે બસમાં શોધખોળ કરી પણ ચેઈન ન મળી
કપડવંજ ડેપોની મોરબીથી કપડવંજ બસ આવવા નીકળી હતી. આ બસમાં સાગર ડી. બોસિયા નામનો મુસાફર મોરબીથી બેસીને અમદાવાદ જવા નીકળ્યો હતો. રસ્તામાં તેમની સોનાની ચેઈન બસમાં પડી ગઈ હતી. આ વાતની જાણ થતાં મુસાફર સાગર બોસિયાએ બસમાં શોધખોળ કરી પણ ચેઈન મળી ન હતી. તેથી તેણે તેનો મોબાઈલ નંબર કંડક્ટર જયદીપસિંહ સોલંકીને આપી ચેઇન મળે તો જાણ કરવા કહ્યું હતું.

સલામત મુસાફરીનું સૂત્ર સાર્થક કર્યું
મોરબીથી બસ કપડવંજ પહોંચી જ્યાં ડેપો પર કંડક્ટર જયદીપસિંહ સોલંકીએ ફરીથી તપાસ શરૂ કરતાં અંદાજે દોઢ તોલાની રૂ. 80 હજારની કિંમતની ચેઈન બસમાંથી મળી આવી હતી. ત્યારબાદ કંડક્ટરે તે ચેઈન કપડવંજ ડેપોમાં જમા કરાવી હતી અને મુસાફર સાગર બોસિયાને ફોનથી જાણ કરતાં તેઓ કપડવંજ ડેપોમાં આવ્યા અને ડેપોના અધિકારીઓની હાજરીમાં સોનાની ચેઈન પ્રામાણિકતાથી પરત કરી હતી. આ સાથે પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...