પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ:કપડવંજ તાલુકાના ધોળીવાવ ગામના પાદરે મોંઘેરો અવસર; ભાથીજી મહારાજના મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના ધોળીવાવ ગામની પાદરે ભાથીજી મંદિરમાં વિર ભાથીજી મહારાજ, મહાકાળી માતાજી, તેમજ ખોડિયાર માતાજીનું મુર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મુર્તિ પ્રતિષ્ઠા, કળશ પ્રતિષ્ઠા, ધજા રોપણ કરવામાં આવ્યું. જેમાં પ્રતિષ્ઠા યજ્ઞની પૂર્ણાહૂતિ બપોરે એક કલાકે યોજાઈ હતી. આ યજ્ઞની આહૂતિનો લહાવો ધોળીવાવ અને સમસ્ત ગ્રામજનો સહિતના ભક્તોએ લીધો હતો. આ કાર્યક્રમમાં કાળુસિંહ ડાભી, નિમેષસિંહ જામ, પર્વતસિંહ સરપંચ વડાલી, ટ્રસ્ટી કંડકટર અર્જુનસિંહ બી. પરમાર, ધોળી વાવ સરપંચ વિનુભાઇ, મેલાભાઇ ફુલાભાઈ, રાયસંગભાઈ કેશાભાઈ, તેમજ ભૂવાજી વિનુભાઇ રાધાભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

આ કાર્યક્રમમાં મંદિર ઉપર ધજા ચઢાવનાર ડે.સ.ચૌહાણ બચુભાઈ રામાભાઈ 50,000 હજાર મંદિરમાં દાનપેટે, મંદિર ઉપર શિખર ચડાવનાર હિરાભાઇ મોહનભાઈ કંડક્ટર 45,000 હજાર દાનપેટે અને આરતી બોલાવમાં 1,11,0000 એક લાખ અગિયાર હજારમાં હસમુખ બચુભાઈ ચોકસીએ દાન પેટે દાન કરી ખુશીનો લહાવો લીધો. આ પ્રસંગે સમસ્ત ગ્રામજનોમાં ખુશીઓ જોવા મળી ‌હતી. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના યુવાનોએ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવવા કોશિશ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...