રમોસડી કપડવંજ એસ.ટી.બસ સુવિધા શરૂ!:100થી વધારે વિદ્યાર્થીઓને હવે શાળામાં પહોંચવામાં સરળતા; ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ સહુનો આભાર વ્યક્ત કર્યો

કપડવંજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

આઝાદીના 75માં વર્ષની ઉજવણી અંતર્ગત હાલ અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. જેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે. ત્યારે, ઘણા સમયથી સુધી એસ.ટી.ની સુવિધાથી વંચિત એવા કપડવંજની નજીક આવેલા ત્રણ કિલોમીટર દૂર એવા અગ્રારાજીના મુવાડા, કાળકાના મુવાડા, લખા ભગતના મુવાડા તેમજ સાત કિલોમીટર દૂર આવેલા રમોસડી ગામના વિદ્યાર્થીઓ બસ સુવિધાનો લાભ મેળવી શક્યા ન હતા.

બસ સુવિધા ન હોવાથી અગવડ પડતી હતી
અગ્રારાજીના મુવાડા ગ્રામ પંચાયત 3,000ની વસ્તી ધરાવતું ગામ છે, જ્યારે રમોસડી ગ્રામ પંચાયત 2000ની વસ્તી ધરાવતું ગામ હોવા છતાં ઘણા સમયથી બસ સુવિધાથી વંચિત હતું. હાલમાં નવીન આવેલા સરપંચોની રજૂઆતથી કપડવંજ તાલુકાના અગ્રાજીના મુવાડા રમોસડી કાળકાના મુવાડામાં પ્રથમ વખત એસટીની સુવિધા શરૂ થઈ છે. એસટી સુવિધાથી વંચિત આ ગામોને હવે એસ.ટી. બસની સુવિધા આજથી પ્રાપ્ત થઈ છે. ત્યારે હજુ પણ જે અહીંયાથી રમોસડીથી શાળામાં આવતા બાળકો કે જે એમપી વિદ્યાલય શારદા મંદિર ગણેશ વિદ્યાલય સીએન વિદ્યાલયમાં અભ્યાસ કરવામાં અંદાજે 100થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ સાથે જાય છે ત્યારે વહેલી સવારે 10:00 વાગે 05:00 વાગે એસટીની સુવિધા અને 11 કલાકે એસટીની સુવિધા મળશે તો બાળકોને પૂરતા પ્રમાણમાં લાભ મળી રહેશે તેવી આશા વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સામાજીક આગેવાનોએ ST વિભાગનો આભાર માન્યો
ગુજરાતમાં એસ.ટી. સુવિધા હોય પરંતુ, આ ગામડાના લોકોની સુવિધા મળતી ન હતી. ત્યારે, આજથી એસટી સેવા શરૂ થતા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. ત્યારે, કપડવંજથી રમોસડી અને રમોસડીથી કપડવંજ એસ.ટી. બસ સુવિધાનો પ્રારંભ થયો હતો. જેને લઇને પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષક સંઘના પ્રમુખ પ્રતાપસિંહ પરમાર તેમજ ગરોડના સરપંચ રમોસડીના સરપંચ અગ્રારાજીના મુવાડાના સરપંચ સહિતના અગ્રીણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને માજી સરપંચો અગ્રારાજીના મુવાડાના પણ ઉપસ્થિત રહ્યા હતા. બસને લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવી હતી. એસટી સુવિધા શરૂ થતા આજુબાજુના ગ્રામજનોમાં ખુશીની લાગણી સાથે વિદ્યાર્થીઓનો અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો. અને, નાની બાળાઓથી લઈને તમામ વિદ્યાર્થીઓએ અને ગ્રામજનોએ નડિયાદ ડિવિઝન અને કપડવંજ બસ ડેપોનો અને સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...