વિશ્વ વારસો સપ્તાહ:કપડવંજ કેળવણી મંડળ તથા દાણી ફાઉન્ડેશનના સહયોગથી લોકનાટ્ય ભવાઈનું આયોજન, કલાકાર મોતી નાયકે વિદ્યાર્થીઓને માહિતી આપી

કપડવંજ3 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ કેળવણી મંડળના સચી શનીન હોલમાં લોકનાટ્ય ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ભવાઇના જાણીતા કલાકાર મોતી નાયક દ્વારા વિદ્યાર્થીઓને ભવાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ વિશ્વ વારસો સપ્તાહ નિમિતે યોજવામાં આવ્યો હતો. બાળકો તથા શિક્ષકોએ પોતાની હાજરી દ્વારા આ કાર્યક્રમને વધાવ્યો હતો.

બાળકો ભવાઈ વિશે જાણી મંત્ર મુગ્ધ થયા
બાળકોમાં આપણી વિસરાતી કળા વિશે જ્ઞાન વધે તે માટે કપડવંજ કેળવણી મંડળના સચી શનીન હોલમાં લોકનાટ્ય ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે ભવાઇના જાણીતા કલાકાર મોતી નાયક દ્વારા વિદ્યાર્થીઓને ભવાઈ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ભવાઈના વેશ, ભવાઈ કેમ કરવામાં આવે તેના ઇતિહાસ વિશે પણ બાળકો સાથે માહિતી પ્રદાન કરી હતી. તેમના દ્વારા ગણપતિ સ્તુતિથી લઈને દીકરીઓના હાલરડાં સુધીના વિશિષ્ટ ભવાઈના વેશો ભજવીને બાળકોને મનોરંજન સાથે જ્ઞાન પૂરું પાડ્યું હતું. આ દરમિયાન બાળકો પણ લોકનાટ્ય ભવાઈ વિશે જાણી મંત્રમુગ્ધ થઈ ગયા હતાં.

સ્કૂલના બાળકો તથા શિક્ષકોની હાજરી
આ કાર્યક્રમ વિશ્વ વારસો સપ્તાહ નિમિતે કપડવંજ કેળવણી મંડળના પ્રમુખ પદ હેઠળ તથા દાણી ફાઉન્ડેશનના સહયોગથી અતુલ્ય વારસાના સંકલન હેઠળ યોજાયો હતો. આ નિમિત્તે કપડવંજ કેળવણી મંડળના વાઇસ પ્રેસિડેન્ટ નીલા પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી તથા આ કાર્યક્રમને કપડવંજ કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓ સી.એન વિદ્યાલય, સી. ડી. ગાંધી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલ અને એસ. સી. દાણી સ્કૂલના બાળકો તથા શિક્ષકોએ પોતાની હાજરી દ્વારા વધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...