સાંસ્કૃતિક કાર્યક્રમ:કપડવંજમાં શિવનેરી ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 27 વર્ષથી આયોજન; સાંસ્કૃતિક કાર્યક્રમમાં 150થી વધુ બાળકોએ ભાગ લીધો

કપડવંજએક મહિનો પહેલા

સમગ્ર કપડવંજ પંથકમાં ગણેશજીની પૂજા અર્ચનાનું એક અલગ જ વાતાવરણ બન્યું છે. અલગ અલગ મંડળો અને ગણેશ ભક્તો દ્વારા ભગવાન ગણેશજીની મૂર્તિ સ્થાપન કરી સાંજ સવારે આરતી કરવામાં આવે છે. વિવિધ સોસાયટીઓ, મિત્ર ગ્રુપ કે સંગઠનો દ્વારા ગણેશમય થઈને ભક્તિ કરવામાં આવે છે.

ત્યારે કપડવંજના શિવનેરી ગણેશ મંડળ દ્વારા ગણેશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા, 27 વર્ષથી અહીં પરંપરાગત ગણેશજીની સ્થાપના કરવામાં આવે છે. સવાર સાંજ સુંદર આરતી કરવામાં આવે છે, ત્યારે ભક્તિનું એક અલગ જ વાતાવરણનું નિર્માણ થાય છે. અહીં ભગવાન ગણેશજીને અલગ-અલગ પ્રસાદ ચડાવવામાં આવે છે.

ગણેશજીની પૂજા અર્ચના સાથે શિવનેરી ગણેશ મંડળ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં, શાળાના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. 10 વધુ સ્પર્ધામાં 150 જેટલા બાળકોએ ભાગ લીધો હતો. જેમાં દેશભક્તિ ગીતો, પ્લાસ્ટિક મુક્ત ભારત, વંદે માતરમ, લાડલી દીકરી વગેરે જેવી થીમ ઉપર બાળકો દ્વારા પરફોર્મન્સ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાડીયારા પ્રા. શાળાના આચાર્ય મિનેષ પ્રજાપતિ નિર્ણાયક તરીકે હાજર બાળકોના પરફોર્મન્સનું પારદર્શક મૂલ્યાંકન કર્યું હતું. તેમજ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

શિવનેરી ગણેશ મંડળના સ્થાપક ભાસ્કરરાવ મરાઠા, પ્રમુખ ભદ્રેશભાઈ પટેલ, ઉપ પ્રમુખ સુરજભાઈ સાડુખ્યે દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમને તમામ શિવનેરી ગણેશ મંડળ કાર્યકર્તા મિત્રો સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...