ભવ્ય શોભાયાત્રા:કપડવંજમાં જૈન ધર્મના પર્યુષણ પર્વ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન; મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા

કપડવંજએક મહિનો પહેલા

કપડવંજમાં સ્થાનકવાસી અને શ્વેતાંબર જૈન સમાજના મૂર્તિપૂજકોના આત્મશુદ્ધિનો આઠ દિવસીય પર્વાધિરાજ પર્યુષણ પર્વ 24 ઓગસ્ટથી શરૂ થયો હતો. જૈન પર્યુષણએ વર્ષના સૌથી મહત્વપૂર્ણ જૈન ધાર્મિક અનુષ્ઠાનોમાંનું એક છે. જૈન ધર્મના તહેવારને ભારત અને સમગ્ર વિશ્વમાં તહેવારોનો રાજા કહેવામાં આવે છે. આ વર્ષે જૈન પર્યુષણ બુધવાર, 24 ઓગસ્ટથી શરૂ થઈને 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થયો હતો. શ્વેતાંબર જૈનો માટે તે બુધવાર, 31 ઓગસ્ટ 2022 ના રોજ શરૂ થાય છે. આ દરમિયાન વિવિધ સ્થળોએ સાધુ-મુનિઓની હાજરીમાં સમાજના લોકો કર્મોના નિર્જરા માટે મળે છે. આ પ્રસંગે સંતોની ઉપસ્થિતિમાં યોજાનાર સામૂહિક આરાધનામાં જોડાય છે. આ પ્રસંગે તીર્થંકર ભગવાન મહાવીર જન્મવચન સમારોહ ઉજવવામાં આવે છે.

ત્યારે કપડવંજના જૈન ધર્મ પ્રેમી ભાવિક ભક્તો દ્વારા પર્યુષણ પર્વની સમાપ્તિએ ચાંદીની બગીમાં ભગવાનને પધરાવી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કપડવંજના તમામ શ્રાવક ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આ શોભાયાત્રાને સફળ બનાવવા ઉદય ભરતભાઈ શાહ, કુંદન નિરુપમભાઈ પરીખ તથા સકલ જૈનસંઘના લોકોએ ભાગ લીધો હતો. અને સહયોગ આપ્યો હતો પરમ પૂજ્ય આચાર્ય રંગ વિમલ સુરીશ્વરજી મહારાજાના સમુદાયના સાધ્વીજી નિધિ પૂર્ણા સાનિધ્યમાં સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના મુખ્ય રાજમાર્ગો ઉપર આ શોભાયાત્રા ફરી હતી. ત્યારે અનેક સ્થળોએ તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...