• Gujarati News
  • Local
  • Gujarat
  • Kheda
  • Kapadvanj
  • One Kapiraj Injured After Being Hit By An Unknown Vehicle On Kapadvanj State Highway; Forest Department Personnel Reached The Spot And Took Him For Treatment

કપિરાજનો જીવ બચ્યો:કપડવંજ સ્ટેટ હાઈવે ઉપર અજાણ્યા વાહનની ટક્કરે એક કપિરાજ ઘાયલ; વનવિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચી સારવાર માટે લઈ ગયા

કપડવંજ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ - ગાંધીનગર સ્ટેટ હાઈવે ઉપર આતરસુંબા કાલિકા મીલ નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી એક કપિરાજ (વાનર) ઘાયલ અવસ્થામાં ખૂબ જ દર્દ ભરી સ્થિતિમાં કણસી રહ્યો હતો. આતરસુંબાના બે સમાજ સેવકે જીવદયા પ્રેમીની મદદથી વન રક્ષકનો નંબર મેળવી આતરસુંબાના પૂર્વ સરપંચ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ જાણ થતાંની સાથે જ વનવિભાગના કર્મચારી વન રક્ષક કંચન સોલંકીએ સ્થળ પર પહોંચી ફરજ નિભાવી હતી. આમ તેમની શ્રેષ્ઠ કામગીરીનો અનુભવ આતરસુંબા પંથકના લોકોને નજરે જોવા અને અનુભવવા મળ્યો હતો.

કપિરાજને મદદરૂપ થવા કોશિશ કરી
કપડવંજ - ગાંધીનગર સ્ટેટ હાઈવે ઉપર આતરસુંબા કાલિકા મીલ નજીક કોઈ અજાણ્યા વાહનની ટક્કરથી એક કપિરાજ વાનર ઘાયલ અવસ્થામાં ખૂબ જ દર્દ ભરી સ્થિતિમાં કણસી રહ્યો હતા. તેને બાહ્ય રીતે કોઈ ઈજાનું નિશાન દેખાતું ન હતું. પરતું વાહનની ટક્કર એટલી જોરદાર હશે કે તે કપિરાજ બેસી કે ચાલી શકે તેમ ન હતા. હાઈવે ઉપરથી પસાર થતા અનેક જીવદયા પ્રેમીઓએ કપિરાજને મદદરૂપ થવા કોશિશ કરી પણ સૌ લાચાર હતા. આ દરમિયાન ત્યાંથી બાઈક લઈ પસાર થઈ રહેલા આતરસુંબાના સમાજ સેવક રાજેશ શર્મા અને તેમના મિત્ર રમેશ નાથા કુચારાની નજર હાઈવે રોડની બાજુમાં દર્દભરી કણસતી ઈજાગ્રસ્ત હાલતમાં પડી રહેલા વાનરરાજ ઉપર પડી જેથી તેઓ બન્નેએ તેને સારવાર માટે આતરસુંબા પશુ દવાખાને લઈ જઈ સારવાર કરાવાનું નક્કી કર્યું.

ઘાયલ કપિરાજને સારવાર માટે મદદ માંગી
ઘાયલ કપિરાજ દર્દના કારણે હુમલો કરવાની સંભાવનાને કારણે કોઈ તેની નજીક જવામાં જોખમ અનુભવી રહ્યા હતાં. જેથી રાજેશ શર્મા અને તેમના મિત્રોએ કપડવંજ ખાતે જીવદયા પ્રેમી જયેશ રબારીને ઘાયલ કપિરાજને સારવાર માટે લઈ જવા ટેલિફોનિક મદદ માંગી હતી. જેઓએ વનવિભાગ કપડવંજના વન રક્ષક કંચન સોલંકીનો ટેલિફોન નંબર મોકલી આપ્યો હતો. જેથી, આતરસુંબાના પૂર્વ સરપંચ રાજેશ શર્માએ વન રક્ષક કંચન સોલંકીને ટેલિફોનિક જાણ કરી હતી. તેઓ ગણતરીની મિનિટોમાં એકલા જ સ્થળ ઉપર આવી પહોચ્યા હતા.

કપિરાજની સારવાર કરાવી તેનો જીવ બચાવ્યો
ત્યારબાદ તેઓએ સ્થાનિક કાભઈના મુવાડાના આગેવાન દિનેશ ઠાકોરનો વાહન માટે સંપર્ક કરતાં તેઓ કાભઈના મુવાડા પ્રાથમિક શાળાના શિક્ષક મનીષ પટેલ સાથે ગામમાંથી પીકઅપ વાન લઈ આવ્યા હતા. ખુલ્લા વાહનમાં કપિરાજને સારવાર માટે લઈ જવામાં જોખમ હોવાથી વન રક્ષકે કપડવંજ વનવિભાગની કચેરીથી પાંજરૂ તથા વાહન મંગાવી તરત જ કપડવંજ પશુ દવાખાને સંપર્ક કરી ઘાયલ વાનરરાજને સારવાર માટે લઈ ગયા હતા. આમ, કપિરાજની સારવાર કરાવી તેનો જીવ બચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...