ગામ નાનું પણ શરૂઆત મોટી!:કપડવંજ તાલુકાના હડમતીયા ગામે નવીન મહીલા દૂધ મંડળીની શરુઆત; ઘર આંગણે મંડળી આવતા ખુશીનો માહોલ

કપડવંજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક

વર્તમાન સમયમાં પશુપાલન ખેતી સાથે એક પુરક વ્યવસાય તરીકે ઉભરી રહ્યો છે. ત્યારે આજના સમયમાં આ એક ધંધો એવો છે કે ઘરે બેઠા રોજગારી પુરી પાડે છે. અને ગ્રામ્ય સમાજના લોકો તેમજ ગામડાની અભણ અને વિધવા બહેનો આ ધંધા થકી પોતાના બાળકોને અભ્યાસ અને લગ્ન સુધીના ખર્ચા કરી ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

હડમતીયા ગામ ખૂબ નાનુ ગામ છે. તેઓ, અત્યાર સુધી બે કિલોમીટર ચાલીને અંતિસર દૂધ મંડળીમાં દૂધ ભરવા જતા હવે તેમને ઘર આંગણે દૂધ ભરાશે. સાથે સાથે સમયનો વ્યય થતો બચશે તે સમય પશુપાલન પાછળ વપરાશે. જેથી આવક વધશે અને જીવન પણ ઊંચું આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર, કપડવંજ તાલુકામાં છેલ્લા પાંચ વર્ષમાં દસ જેટલી નવી મહીલા મંડળીઓની શરૂઆત કરી ગ્રામ્ય લેવલે લોક ઉપયોગી થવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...