કપડવંજ તાલુકામાં પાણીની ગંભીર સમસ્યાના ઉકેલ માંટે કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ રાજ્યના મુખ્યમંત્રી અને જળસંપત્તિ મંત્રી અને જળસંપત્તિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરીને જણાવ્યું હતું કે ભુગળીયા ચેકડેમમાંથી અંદાજે 3 કિલોમીટર જેટલી પાઇપ લાઇન નાખી સુલતાનપુર (ખાનપુર) ગામનું તળાવ ભરવા તથા વાત્રક મહોર ધામણી અને વરાસી નદી ઉપર જ્યાં શક્ય હોય ત્યાં ચેકડેમ બનાવવા તથા સુજલામ સુફલામ યોજના મારફતે તળાવ ભરવા રજૂઆત કરી હતી.
જેના અનુસંધાને રાજ્યના નર્મદા જળસંપત્તિ પાણીપુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ધારાસભ્યને જણાવાયું હતું કે વાત્રક જળાશય યોજનાની ડાબા કાંઠા મુખ્ય નહેરમાંથી નીકળતી ડાબી શાખા નહેરની સાંકળ 0-0થી 8530 મીટરમાં એક્સટેન્શન રીનોવેશન અને મેન્ટેનન્સ (ઈ આર એમ)ની કામગીરી તથા બાયડ તાલુકાના વસાદરા છભૌ અને કપડવંજ તાલુકાના કેનાલ નજીકના ઘડિયા, ગોચરના મુવાડા, માલના મુવાડાના તળાવો લિંક કરવાનું કામનું ટેન્ડર સપ્ટેમ્બર 2020માં મંજુર કરવામાં આવેલ છે અને વરાસી ડેમથી બેટાવાડાનું ભાલ તળાવ ભરવાનું ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા હેઠળ હોવાનું જણાવેલ હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.