સેવાકાર્ય:સંપત્તિમાંથી સેવાભાવી સંસ્થાઓને લાખોનું દાન, કોરોનામાં મૃત્યુ પામેલા કપડવંજની નિવૃત્ત શિક્ષિકાએ જીવતા જીવ વીલ બનાવ્યું હતું

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
કપડવંજની સ્વ. શિક્ષિકા બહેન દ્વારા જીવતા જીવ દાન માટે વીલ તૈયાર કર્યુ હતુ. તેઓની ઈચ્છા પ્રમાણે  વિવિધ સંસ્થાઓને દાન અર્પણ કરવામાં આવ્યું હતું. - Divya Bhaskar
કપડવંજની સ્વ. શિક્ષિકા બહેન દ્વારા જીવતા જીવ દાન માટે વીલ તૈયાર કર્યુ હતુ. તેઓની ઈચ્છા પ્રમાણે વિવિધ સંસ્થાઓને દાન અર્પણ કરવામાં આવ્યું હતું.

ભાસ્કર ન્યૂઝ | કપડવંજ કપડવંજના આતરસુંબા શાળાના નિવૃત પ્રાથમિક શિક્ષિકા અને કુબેર નગર સોસાયટીમાં રહેતા ગીતાબેન જીતેન્દ્રકુમાર ઠાકરનું કોરોના કાળ દરમિયાન અવસાન થયું હતું. નિસંતાન ગીતાબેને તેમની હયાતી દરમિયાન જ કેટલીક સેવાભાવી સંસ્થા ઓને દાન આપવાની ઇચ્છા હોઈ વીલ તૈયાર કરાવી દીધી હતી. તેઓની ઇચ્છા મુજબ કપડવંજની 105 વર્ષ જૂની જ્ઞાન સંસ્કાર પીરસતી મહાજન લાઇબ્રેરીને રૂપિયા બે લાખ જેવી માતબર રકમ ઉપરાંત સેવા સંઘ સંસ્થાને અમરધામમાં બળતણના લાકડા માટે 16 હજાર તથા ચંદ્ર સેવાશ્રમ જેવી સંસ્થાને પણ બે લાખ રૂપિયા અર્પણ કર્યા હતા. સ્વ.ગીતાબેનના ભાઈ જીતેન્દ્રભાઈ જોષી તથા તેમના સુપુત્ર અપૂર્વ જોષીએ મહાજન લાઇબ્રેરીના પ્રમુખ ગોપાલ શાહ, મંત્રી ઉદય ત્રિવેદી, ઉપપ્રમુખ કે.કે.પટેલ, કારોબારી સભ્ય સુરેશ પારેખ, સેવા સંઘના પ્રમુખ સમીર કાંટાવાળાને તેમના નિવાસસ્થાને કોઈપણ પ્રકારની ઔપચારિકતા વગરના એક સરળ કાર્યક્રમમાં ચેક અર્પણ કરવા સાથે પોતાની જવાબદારી સુપેરે નિભાવી હતી. સ્વ. ગીતાબેનની આ દાનની સરવાણીને આવકારી મહાજન લાઇબ્રેરીના પ્રમુખ ગોપાલ શાહ, સેવા સંઘના પ્રમુખ સમીર કાંટાવાળા તથા દાન પ્રાપ્ત કરનાર સંસ્થાઓના અન્ય હોદ્દેદારોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...