મેઘાની ધમાકેદાર બેટિંગ:કપડવંજ પંથકમાં મેઘાએ બોલાવી રમઝટ; લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન

કપડવંજ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ પંથકમાં છેલ્લા ઘણા સમયથી વરસાદના નામે ટીપુંય નથી. એવામાં, આજ રોજ સવારથી તાપ અને ભારે ઉકળાટ વચ્ચે બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલ્ટો થતાં જ વાદળછાયું વાતાવરણ થવા પામ્યું હતું. અને આ દરમિયાન લાંબા વિરામ બાદ આજે બપોરે ત્રણ કલાકની આજુબાજુ વરસાદી વાતાવરણ જેવો માહોલ સર્જાયો હતો. અને જોતજોતામાં કાવઠ પાટીયા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે, બાઇકચાલકો તેમજ રસ્તા પર જતાં લોકોએ વરસાદથી પલળતા બચવા માટે ઝાડ નીચે કે દુકાનોમાં આશરો લીધો હતો.

આજ રોજ સરકારી દફતરે 3 મીમી જેટલો વરસાદ કપડવંજ શહેરમાં નોંધાયો હતો. જ્યારે તાલુકાના કાવઠ, રેલીયા, પાખીયા ચોકડી સહિતના વિસ્તારમાં અંદાજે 20 મિનિટ જેટલો ભારે વરસાદ પડ્યો હતો. કપડવંજ પંથકમાં છેલ્લા એક અઠવાડિયાથી ભારે બફારા વચ્ચે આજરોજ બપોરના સમયે વરસાદી વાતાવરણ અને વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. કપડવંજ પંથકનો મોસમનો કુલ વરસાદ 762 મિમિ જેટલો નોંધાયો છે. ત્યારે, કપડવંજમાં વરસાદી વાતાવરણ સર્જાતા આવનાર સમયમાં વધુ વરસાદ પડે તેવું દેખાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...