વસુદૈવ કુટુંબકમ્:80 બંગલાનું સામૂહિક વાસ્તુ-નવચંડી યજ્ઞ યોજાયો

કપડવંજ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજના દાણા રોડની સોસા.માં પારિવારિક ભાવના કેળવાય તે હેતુથી આયોજન કરાયું

કપડવંજ શહેરમાં નવી બનેલી રેસીડેન્સીમાં રહેવા આવતા રહીશો વચ્ચે પારિવારિક ભાવના કેળવાય તે હેતુ થી બિલ્ડર દ્વારા 179 બંગલામાંથી 80 બંગલાનું સામૂહિક વાસ્તુ સાથે નવચંડી યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

કપડવંજ શહેરમાં દાણા રોડ ઉપર આવેલ ઇન્દ્રપ્રસ્થ રેસીડેન્સીમાં 179 બંગલામાંથી 80 બંગલાનું વાસ્તુ અને નવચંડી યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમનો આનંદ માણ્યો હતો. આ અંગે ઈન્દ્રપ્રસ્થના ઓર્ગેનાઇઝર ડી.એન.પટેલે જણાવ્યું હતું કે સામૂહિક વાસ્તુ કરવાનો મુખ્ય ઉદ્દેશ પારિવારિક ભાવના સાથે તમામ બંગલાના લોકો એકત્રિત થાય અને હિન્દુ સંસ્કૃતિ મુજબ ધાર્મિક કાર્યક્રમ કરી શકે તે માટેનો છે. 80 બંગલા માં વસતા લોકો એકબીજા સાથે પરિચય કેળવી શકે અને આત્મીયતાની ભાવના આવે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આમા ધંધાદારી હેતુના બદલે તમામ પરિવારો એક સાથે એકત્રીત થાય અને આનંદ માણે તે હેતુ છે.

અન્ય સમાચારો પણ છે...