આવતીકાલે મુખ્યમંત્રી કપડવંજની મુલાકાતે:જુદી-જુદી યોજનાઓ હેઠળ મંજુર કરેલા વિકાસકામોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજાશે

કપડવંજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યના મુખ્યમંત્રી રાજ્યના તમામ જિલ્લાઓમાં અને તાલુકાઓમાં જે તે વિસ્તારના લોકપ્રતિનિધિઓની સાથોસાથ સામાજિક અને રાજકીય આગેવાનોએ જુદાં - જુદાં વિભાગોની જુદી-જુદી યોજનાઓ હેઠળ મંજુર કરાવેલા કામોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો યોજી રહ્યા છે.-કાળુંસિંહ ડાભી, ધારાસભ્ય

કપડવંજના ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ આજ રોજ પત્રકારોને જણાવ્યું હતું કે, આવતીકાલે તા.03-09-2022ના રોજ કપડવંજ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય તરીકે મેં મંજુર કરાવેલા કામો સહિતના કામોનું લોકાપર્ણ અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ કરી રહ્યા છે. તેની સામે મને લગીરેય વાંધો નથી. પરંતુ આ બહાના હેઠળ સરકારી સાધન સામગ્રીનો દુરુપયોગ કરી, સરકારી ખર્ચે રાજકીય હેતુ સિધ્ધ કરવા પોતાના પક્ષના કાર્યકરોને ભેગા કરી ચૂંટણીલક્ષી કાર્યક્રમ કરી રહ્યા છે. તેનો હું સખત વિરોધ કરું છું અને સાથોસાથ હું કપડવંજ વિધાનસભા વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે કપડવંજ શહેરની પ્રજાને સ્પર્શતા ટ્રાફિકના પ્રાણ પ્રશ્નનું નિવારણ લાવવા ટાઉનહોલથી રત્નાકર માતા સુધીનો રોડ પહોળો કરવાનું જણાવ્યું હતું.

વધુમાં જણાવ્યું હતું કે, કપડવંજ તાલુકાના નપાણીયા વિસ્તાર તરીકે ઓળખાતા પૂર્વ ભાગના ગામોમાં પીવાના તથા સિંચાઇના પાણીની કાયમી સમસ્યાના નિવારણ માટે કપડવંજ તાલુકાના પૂર્વ ભાગ સહિત સમગ્ર તાલુકાના 57 જેટલા તળાવો ભરી પાણીની સમસ્યાના નિવારણ માટે વાપ્કોસ લિમિટેડ દ્વારા ફેબ્રુઆરી - 2022માં શક્યતાદર્શી અહેવાલ રાજય સરકારની મંજુરી અર્થે સુપ્રદ કરવામાં આવેલ છે. તેને સાત-સાત મહિનાથી દબાવી રાખવામાં આવ્યો છે. ત્યારે પાણીની સમસ્યાથી પીડાતી કપડવંજ તાલુકાની જનતાની લાગણીઓ સાથે ખિલવાડ કરવાના બદલે પાણીની સમસ્યાથી પીડાતી કપડવંજ તાલુકાની જનતાના હિતમાં સત્વરે મંજુરી આપવા તેઓએ અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...