લાયન્સ ક્લબ:લાયન ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન્સ ક્લબ કપડવંજની સત્તાવાર મુલાકાતે; 38 જેટલા કાયમી પ્રોજેકટ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કાર્યરત

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઈ.સ 1963 માં સ્થપાયેલી અને સમગ્ર કપડવંજ પંથકમાં વિવિધ 38 જેટલા કાયમી પ્રોજેક્ટ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલી લાયન્સ કપડવંજની મુલાકાતે ડિસ્ટ્રીક ગવર્નર લાયન દિનેશભાઈ સુથાર પધાર્યા હતા. આ પ્રસંગે તેઓએ તેમના સૂત્ર ડેર ટુ બી ડિફરન્ટ અનુસાર હસતા મુખે અને નિસ્વાર્થ પણે લાયનવાદી તથા સેવાકીય પ્રવૃતિઓ કરવા અનુરોધ કર્યો હતો. નગર સેવા સદનના પ્રમુખ અને શહેરના પ્રથમ નાગરિક મોનિકાબેન વિ. પટેલને લાયન્સ કલબ કપડવંજનુ સભ્યપદ એનાયત કર્યું હતું. કાર્યક્રમના અતિથિ વિશેષપદેથી પૂર્વ ગવર્નર લાયન પુનિત કે ભટ્ટે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. લાયન્સ ક્લબ કપડવંજના પ્રમુખ નિમેશસિંહ એન. જામે સ્વાગત પ્રવચન કર્યું હતું.

આ પ્રસંગે તેજસ્વી તારલાઓને ઉપસ્થિત મહેમાનોને હસ્તે પ્રશસ્તિ પત્રો આપી અભિવાદન કરવામાં આવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર જે ડી પટેલ ઝોન ચેરમેન એસ આર પટેલ વડોદરા થી જીએલટી કો-ઓર્ડીનેટર લાયન દીપક સુરાના જીએસટી કો-ઓર્ડીનેટર લાયન વૈશાલી વારને ડિસ્ટ્રિક્ટ લીઓ પ્રેસિડેન્ટ રાઘવ દવે તથા કપડવંજનાલીઓ પ્રમુખ આરતી દવે તથા શહેરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પૂર્વ ઝોન ચેરમેન લાયન પરસોતમ તલાટી તથા ડિસ્ટ્રિક્ટ ચેરમેન કીર્તન કે પરીખ તથા સમીર કાંટા વાળાને એપ્રિસિએશન એવોર્ડ્સ ગવર્નરના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રધ્વજ વંદના પૂર્વ મંત્રી લાયન પ્રતિક ઓઝાએ કરાવી હતી. જ્યારે આભારવિધિ લાયન જશવંત કંસારાએ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન લાયન મંત્રી શાંતિલાલ ડી પ્રજાપતિએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...