લોકમેળોમાં દર્શનાર્થીઓની ભીડ:કપડવંજમાં મોટા હનુમાનજી મંદિર ખાતે કાળીચૌદશે લોકમેળોનું ભવ્ય આયોજન, મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં

કપડવંજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ નગરના સુપ્રસિધ્ધ અને ઐતિહાસિક શ્રી મોટા હનુમાનજી મંદિર ખાતે પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ કાળી ચૌદશના દિવસે ભવ્ય લોકમેળો યોજાયો હતો. દક્ષિણ દિશામાં તથા ડાબા હાથમાં ગદાધારી શ્રી દાદા રક્ષકનું પ્રતિક મનાય છે, તેવી એક પ્રબળ માન્યતા છે. અહીં ગુજરાતના અનેક સુપ્રસિધ્ધ સંતો-મહંતોએ દર્શનનો લાભ લઈ મૂર્તિની ભવ્યતા અને સ્થળને ઉત્તમ ગણાવી છે. દર શનિવાર તથા મંગળવારના રોજ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે.

આ પ્રસંગે શ્રી મોટા હનુમાન દાદા સેવા ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં નવા વર્ષનું પંચાંગ તથા ખૂબ જ ઉપયોગી સાહિત્યનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આજના દિવસે ધર્મિક કાર્યક્રમમાં સવારે 8:20 વાગ્યે પ્રાતઃઆરતી, સવારે 9:00 કલાકે ધ્વજાહોરણ, સવારે 10:00 કલાકે રાજભોગ તથા સાંજે 7:00 કલાકે સાયંકાળે મહા આરતી તેમજ દર્શન સવારના 6:00 કલાકથી રાત્રિના 11:30 કલાક સુધી ખુલ્લા રાખવામાં આવ્યા હતા. તેનો સર્વે ધર્મપ્રેમી જનતાએ દર્શન તથા ધાર્મિક કાર્યક્રમનો વિશાળ સંખ્યામાં લાભ લીધો હતો.

તો આ સાથે જ કપડવંજ પંથકના ગામોમાં જ્યાં હનુમાનજી દાદાના મંદિર આવેલા છે. તેમાં, ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...