આરોપી SOGના સકંજામાં:કપડવંજમાં અપહરણના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો; બાતમી આધારે ઝડપી કાર્યવાહી હાથ ધરી

કપડવંજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ રૂરલ પોલીસ મથકના અરહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી કપડવંજ તાલુકાના પાંખિયાથી નડીયાદ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો.

કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી ખેડાના પી.આઈ. ડી.એન. ચુડાસમાની સુચનાનુસાર સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમિયાન હેડ.કો. જયેશ તથા સુભાષને મળેલી બાતમી અનુસાર કપડવંજ રૂરલ પોલીસના ગુનામાં ઈપીકો કલમ 363, 366 તથા પોક્સો એક્ટ 12 વગેરે ગુનામાં નાસતો ફરતો આરોપી પંકજ ઝાલમ ઉર્ફે જાઈ ઝાલા રહે.દેવસી, તાબે સલીયાવાડી, તા.બાલાસિનોર, જિ.મહીસાગરનાઓને પાંખિયા ચોકડીથી ઝડપી લઈ તેની પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુનામાં કપડવંજ રૂરલ પોલીસ નાસતો ફરતો હોય સદર આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જ્યારે કપડવંજ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે સોંપવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...