પ્રકૃતિના ખોળે રમતું મનોરમ્ય શિવાલય:કપડવંજના તેલનારમાં પ્રકૃતિના સાંનિધ્યમાં વાસ કરે છે કેદારેશ્વર દાદા, પ્રાચીન કાળમાં અહીં દધિચી ઋષિનો આશ્રમ હતો

કપડવંજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શ્રાવણ ​​​​​​​માસમાં અને બારે મહિના શ્રદ્ધાળુઓ અને પર્યટકો લે છે દર્શનનો લ્હાવો
  • ​​​​​​​મહાભારત કાળમાં પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા

ખેડા, સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લાના ત્રિભેટે કપડવંજ તાલુકાના પ્રસિદ્ધ ધામ ઉત્કંઠેશ્વર મહાદેવની ઉત્તરે અંદાજે સાત કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાં તેલનાર ગામ પાસે દેવોના દેવ મહાદેવ કેદારેશ્વર નામ ધારણ કરીને પલાંઠી જમાવીને બેઠા છે. પ્રકૃતિએ અહીં મન ભરીને વસવાટ કર્યો છે. જ્યાં શ્રાવણ માસને પગલે ભાવિક ભક્તોની ભારે ભીડ ઉમટી છે.

પ્રાચીન કાળમાં અહીં દધીચી ઋષિનો આશ્રમ હતો
લોકમાતા વાત્રક નદી આ સ્થળે મહારાણી સમાન ગૌરવવંતી દેખાય છે. વનમાં ખીલેલા વૃક્ષોના ઝુંડમાં મહાદેવ કેદારેશ્વરને એક નાનકડું ઝરણું ઊંચાઈથી આવી કેદારેશ્વર ગૌમુખી તરફ છબ છબિયા કરતું આગળ વધે છે. અહીંનું વાતાવરણ કાશ્મીરની યાદ અપાવે તેવું અલૌકિક છે. કહેવાય છે કે, પ્રાચીન કાળમાં અહીં દધીચી ઋષિનો આશ્રમ હતો અને મહાભારત કાળમાં પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન અહીં આવ્યા હતા. કેદારેશ્વર મહાદેવની ફરતે ગાઢ જંગલમાં કેવડો, મોગરો જેવી સુગંધિત વનસ્પતિનું રમ્ય વાતાવરણ છે. અહીં નદીના પટમાં મહાદેવથી અઢીસો મીટરના અંતરે પાંચ જાજરીના મૂળ છે. સ્વર્ગસ્થ કમલેશ ભારતીએ અહીં ઘણા વિકાસના કામો કર્યા છે. અને, સને 1944ની સાલમાં પ્રસિદ્ધ નારેશ્વર વાસી રંગ અવધૂત મહારાજે અહીંના જંગલમાં એક માસ તપ કર્યું હતું અને ધૂણી ધખાવી હતી.

અમાસે અહીં લોકમેળો ભરાય છે
આ ઉપરાંત સ્વાધ્યાય પ્રવૃત્તિના પ્રણેતા પૂજ્ય પાંડુરંગ દાદાએ પણ સાધના કરી હતી તથા પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ડોંગરેજી મહારાજે અહીં વાસ કરેલો છે. કેદારેશ્વરથી 2 કીમી દૂર તેલનાર ગામના યુવાનોએ અહીં શ્રમ યજ્ઞ કરી રરતાનું નિર્માણ અને ડુંગરો ઉપર વીજ પોલ ચડાવી સુંદર કામ કર્યું હતું. અમાસે અહીં લોકમેળો ભરાય છે. પવિત્ર શ્રાવણ માસમાં અહીં શિવ ભક્તો વિશે સંખ્યામાં દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...