વિદ્યાર્થીઓની સમસ્યાઓનો અંત:કપડવંજ તાલુકાના સાલોડ અને તેના આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ માટે કપડવંજથી સાલોડ બસ સેવાનો આરંભ

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના સાલોડ, સોરણા, ડંકાનીમુવાડી, અને સોનેરી ગામના કપડવંજ ખાતે અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે બસ સેવાની કોઈ સુવિધા ન હોવાથી ભારે હેરાનગતિનો સામનો કરવો પડતો હતો.

કોરોના કાળ દરમિયાન આ બસ સેવા છેલ્લા બે વર્ષથી વધારે સમયથી બંધ હતી. જેને લઈને વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી. જેના અનુસંધાને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ, કપડવંજ ધારાસભ્ય કાળુસિંહ ડાભી, કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણને કપડવંજથી સાલોડ બસ સેવા શરૂ કરવા માટે રજૂઆતો કરતા તેઓના સહકારથી કપડવંજથી સાલોડ બસ સેવા આજથી સવાર સાંજ બે ટાઈમ શરૂ કરવામાં આવી છે.

આ અંગે કપડવંજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રતાપસિંહ પરમાર, સાલોડ સરપંચ કિરણસિંહ પરમાર સહીતના અગ્રણીઓએ સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. અને નડિયાદ ડિવિઝનલ કંટ્રોલર કપડવંજ ડેપો મેનેજરનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. કપડવંજથી સાલોડ બસ સેવા દિવસમાં બે ટાઈમ સવાર અને સાંજ ચાલુ કરાવતા સાલોડ અને એની આજુબાજુના વિસ્તારના અંદાજે ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ માટે રાહત રહેશે તેવું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...