કાર્યવાહી:કપડવંજ પાલિકા જાગી, મંદિર પાસેથી 2 ટ્રેક્ટર કચરો હટાવ્યો

કપડવંજ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચરાના ઢગથી ભક્તોમાં કચવાટ ફેલાયો હતો

કપડવંજના ડાકોર રોડ પર આવેલા અંબા માતાજીના મંદિર નજીક ઘણા સમયથી કચરાના ઢગલાએ સામ્રાજ્ય જમાવ્યું હતું. આ વિસ્તારના મંદિરે દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો પણ કચરાના ઢગથી કચવાટ અનુભવી રહ્યા હતા. કચરા અને પરિણામે અસહ્ય દુર્ગંધ ફેલાતી હોઇ રસ્તા પરથી પસાર થતા વાહનચાલકો પણ હેરાન પરેશાન થવા પામ્યા હતા.

જે અહેવાલ દિવ્ય ભાસ્કરમાં આવતા અાખરે 2 ટ્રેકટર ભરીને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.શુક્રવારે પાલિકા તંત્ર હરકતમાં આવી સાફ-સફાઈ કરાવી હતી. મંદિરે આવતા દર્શનાર્થીઓ પણ મંદિરની નજીકમાં જ કચરોનો ઢગ નગરપાલિકા તંત્ર દ્વારા સાફ કરાતા ભાવિક ભક્તોમાં પણ ખુશીની લહેર જોવા મળી હતી. પાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર નગીન પટેલે જણાવ્યું હતું કે ટ્રેક્ટર અને જેસીબી મશીનથી કચરો હટાવી નિકાલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...