રસ્તા મુદ્દે ઉપવાસ આંદોલન સમેટાયું:કપડવંજ નગરપાલિકા પ્રમુખે શરબત પીવડાવી પારણા કરાવ્યા; તમામ માંગણી સંતોષવામાં આવી: મહંત ગિરીશરામ

કપડવંજએક મહિનો પહેલા

આજ રોજ ડાકોર રોડ પર આવેલ નવદીપ સોસાયટીમાં રોડના પ્રશ્નોને લઈ મહંત ગીરીશરામ રામપ્રકાશ છેલ્લા 10 કે 12 વર્ષથી તૂટી ગયેલા રોડને મુદ્દે 31 ઓગષ્ટના રોજ 10 વાગ્યાથી ઉપવાસ આંદોલન પર બેઠા હતા.

ગીરીશરામ રામપ્રકાશ રતનબા રામપ્રકાશ સાહેબ સમાધિ મંદિર તેમજ સંત ગુરુ આશ્રમ, 83 નંબર પ્રમુખ સ્વામી સોસાયટી ખાતે સેવાઓ આપી રહ્યા છે. ત્યારે ગુરુવંદના મંચના બેનર હેઠળ 31 ઓગષ્ટના રોજ 10 વાગ્યાથી નવદીપ સોસાયટીમાં તૂટી ગયેલા રોડને લઈ તેમજ ચોમાસામાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓને સ્થાનિક લોકો વતી આર.સી.સી. રોડની માંગણીને ધ્યાનમાં રાખીને તેઓ દ્વારા આમરણાંત ઉપવાસ ઉપર બેઠા હતા. ત્યારે અનેક લોકો તેમના સમર્થન આવ્યા હતા.

ત્યારે, આજ રોજ તંત્ર દ્વારા તેમની માંગણીને ધ્યાનમાં રાખી લેખિત અને મૌખિક રીતે આગામી દિવસોમાં રોડ રસ્તાની કામગીરી પૂર્ણ થઈ જશે તેવું ઉપવાસ સ્થળે આવી જણાવ્યું હતું. તેમજ આ પ્રસંગે મહંત ગિરીશરામને શરબત પીવડાવી ઉપવાસ આંદોલન સમેટયું હતું. તો મહંત ગીરીશરામે જણાવ્યું હતું કે, પાલિકા દ્વારા સમસ્ત પશ્નોને લઈને તેમજ રસ્તાને લઈને આવનાર દિવસોમાં કામગીરી કરશે તેવી મૌખિક અને લેખિત બાંહેધરી આપી છે. અને હાલ મારું સ્વાસ્થ્ય સારું છે.

આ પ્રસંગે, નવદીપ સોસાયટી, પ્રમુખ સ્વામી સોસાયટી તેમજ અન્ય સોસાયટીના રહીશો તેમજ કોંગ્રેસ પક્ષના હંસાબેન રાઠોડ અને જીગીશા પરમાર પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...