કપડવંજ શહેરના હાર્દસમા મીના બજારમાં આવેલી બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ હોળી ધુળેટીના તહેવાર પર સર્વર ડાઉન થવાથી ઠપ થઈ જતા બેંક ઓફ ઈન્ડિયાના એટીએમ ધારકોમાં બેંક સામે રોષ જોવા મળી રહ્યો છે.
બેક ઓફ ઈન્ડિયાનું એટીએમ મશીન છેલ્લા તહેવાર ટાણે જ બંધ થઈ જતા ખાતેદારો તેમજ એટીએમ ધારકોમાં બેંક સામે રોષ ભભૂકી ઉઠ્યો છે.બેંક ઓફ ઈન્ડિયાનું એટીએમ અગાઉ પણ અનેકવાર સર્વર ડાઉનને પરિણામે બંધ થઈ જતા એટીએમમાં આવતા ખાતેદારોને હાલાકીનો સામનો ભોગવવો પડી રહ્યો છે.
એટીએમ પર પૈસા ઉપાડવા માટે આવેલા એટીએમ ધારકોએ જણાવ્યું હતું કે છેલ્લા એક અઠવાડિયાથી અવારનવાર સર્વર ડાઉનને અભાવે અમે બેંકના એટીએમ પર ધરમના ધક્કા ખાવા પડી રહ્યા છે. ત્યારે વહેલીતકે બેંકના સત્તાધીશો દ્વારા બેંકના એટીએમનું સર્વર ડાઉનની પરિસ્થિતિ સુધારવામાં આવે અને રાબેતા મુજબ એટીએમ ચાલુ કરવામાં આવે તો તહેવારો ટાણે તેમ જ આડા દિવસે બેંક એટીએમનો ઉપયોગ કરી શકાય. તહેવાર ટાણે જ એટીએમને કારણે પરેશાન ગ્રાહકોએ સમસ્યાનો વહેલીતકે નિરાકરણ લાવવા માંગ ઉચ્ચારી હતી.
એક અઠવાડિયાથી આવું છું, પણ ATM બંધ છે
હું છેલ્લા એક અઠવાડિયાથી બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં પૈસા ઉપાડવા માટે આવું છું. પરંતુ જ્યારે આવું ત્યારે એટીએમમાં સર્વ ડાઉનને અભાવે પૈસા ઉપડી શકતા નથી. હાલ હોળી ધુળેટીનો તહેવાર છે ત્યારે હવે ક્યાં જવું.> ભાવેશ રાજપુત, એટીએમ ધારક.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.