મતદારોને રીઝવવાના પ્રયાસો!:કપડવંજ 120-વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવારે ખાટલા પરિષદના માધ્યમથી ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો

કપડવંજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

આગામી વિધાનસભા ચૂંટણીનો રંગ જામી ચૂક્યો છે, તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે કપડવંજ 120-વિધાનસભામાં આ વખતે ત્રિપાખીયો જંગ જામશે. એવામાં દરેક પક્ષના ઉમેદવાર અને તેમના સમર્થકો દ્વારા મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે.

એવામાં કપડવંજ 120-વિધાનસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાળુ ડાભી દ્વારા ખાટલા પરિષદના માધ્યમથી કાર્યકરોના કાફલા સાથે પ્રચાર અભિયાન કરવામાં આવી રહ્યું છે. તાલુકાના તૈયબપુરા, જગડુપુર, કરસનજીના મુવાડા, લાલાતેલીના મુવાડા ફિરોજપુર, લાડુજીનામુવાડા, લાલપુર, વડાલી, બાપુજીના મુવાડા, મોતીપુરા, ધોળીવાવ, અલવાના મુવાડા, ઉમરાના મુવાડા, હેમતાજીના મુવાડા આલમપુરા અને સોનીપુરા વગેરે ગામે આ ખાટલા પરિષદને સાનુકૂળ પ્રતિસાદ મળી રહ્યા હોવાની માહિતી મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...