કપડવંજ ઐતિહાસિક વારસો ધરાવે છે. જેમાં ઘણી ઇમારતો કે કોટ વર્ષો જુના બાંધકામને લઈને જાણીતા છે. ત્યારે વાયદપુરા વિસ્તારમાં આવેલો કોટએ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. કપડવંજમાં ગઈકાલે વધુ વરસાદ થતાં આજ રોજ બપોરના સમયે વર્ષો જુનો કોટ ધરાશાયી થવાથી આજુબાજુના રહેણાકના મકાનોને નુકશાન થવા પામ્યું છે.
ઘરોને હજારો રૂપિયાનું નુકસાન
કપડવંજમા વોર્ડ નંબર ત્રણમાં વાયદપુરામાં ઐતિહાસિક કોટને વધુ વરસાદના કારણે વરસાદી ભેજ લાગતાં ધરાશાઈ થતાં તેની રાંગે આવેલા કેટલાક ઘરોને નુકસાન પહોંચ્યું છે. અલબત્ત, સદનસીબે તેની નીચે દરરોજ રમતા બાળકો આજે સવારે સ્કૂલે ગયા હોવાથી કોઈ જાનહાની થવા પામી નથી. આ બનાવથી પ્રત્યેક ઘરોને હજારો રૂપિયાનું નુકસાન થવા પામ્યું છે. કોટ ધરાશાયી થતાં મકાનોને નુકશાન થનાર લોકોએ સરકાર સમક્ષ યોગ્ય વળતરની માગણી કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.