સભા બાદ જંગી મેદી સાથે રેલી યોજી:કપડવંજમાં કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ ઉમેદવારી પત્ર ભર્યું; પ્રાંત અધિકારી સમક્ષ પત્ર ભર્યું

કપડવંજ3 મહિનો પહેલા

120 કપડવંજ-કઠલાલ વિધાનસભા બેઠક ઉપર ગત રોજ ધારાસભ્ય કાળુસિંહ ડાભીનું નામ રિપીટ કર્યું છે. જેની જાહેર થતાં કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી આતશબાજી કરી, હર્ષોલ્લાસ સાથે વિજય બનવાના નિર્ધાર સાથે વધામણા કર્યા હતા. આજ રોજ કપડવંજ બંધન હોટલ ગાર્ડન કેમ્પસમાં જંગી જાહેર સભાને સંબોધી સૌને પુનરાવર્તન કરવા અપીલ કરી હતી.

પ્રાંત અધિકારી ડી.બી. મકવાણા સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું
આ પ્રસંગે એઆઈસીસીના પ્રભારી જાવેદ અન્સારી, ગુજરાત સેવાદળના પ્રમુખ વિજય પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી બીમલ શાહ, જિલ્લા કોંગ્રેસ મંત્રી જીગીશા પરમાર, કપડવંજ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ એલ.એસ. ઝાલા, કપડવંજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રંગીતસિંહ પરમાર, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ એમ.ટી. ઝાલા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હંસા રાઠોડ, કઠલાલ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શનાભાઇ સહિત કપડવંજ કઠલાલ શહેરના કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો, સરપંચો, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો વગેરે ઉપસ્થિત રહ્યાં હતા. સભા બાદ જંગી મેદી સાથે રેલી યોજી કોંગ્રેસના ઉમેદવાર કાળુસિંહ ડાભીએ કપડવંજ તાલુકા સેવાસદન ખાતે કપડવંજ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી ડી.બી. મકવાણા સમક્ષ ઉમેદવારી પત્ર ભર્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...