ગામે-ગામે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં:કપડવંજ ભાજપના ઉમેદવાર ઝાલાનો ઝંઝાવતી પ્રચાર; મતદાતાઓને વિકાસની વાતો કરી મત માંગ્યા; પ્રજાની પડખે રહેવાની ખાત્રી આપી

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ વિધાનસભાના ભાજપના ઉમેદવાર રાજેશ ઝાલાએ તેમનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં શરૂ કરી દીધો છે. ગામડાઓમાં નાની - મોટી જાહેર સભાઓ તથા ગ્રુપ મીટીંગો દ્વારા તેમણે મતદાતાઓને વિકાસની વાતો કરી હતી. ત્યારબાદ મત આપવા અપીલ કરી હતી. સભામાં અનેક હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતાં.

પ્રજાની પડખે રહેવાની ખાત્રી આપી
કપડવંજ-કઠલાલના ગામડાઓમાં રાજેશ ઝાલાએ નાની - મોટી જાહેર સભાઓ તથા ગ્રુપ મીટીંગો દ્વારા તેમણે મતદાતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની વણથંભી વિકાસની યાત્રામાં જોડાઈ કપડવંજ- કઠલાલ તાલુકાને પણ સહભાગી થવા અનુરોધ કરવા સાથે મત આપવા અપીલ કરી હતી. પ્રજાના દરેક કાર્યોમાં તેઓએ પ્રજાની પડખે રહેવાની ખાત્રી આપી હતી.

અનેક ગામોમાં ઝંઝાવતી પ્રચાર કર્યો
પ્રચાર દરમિયાન રાજેશ ઝાલાને ઠેર ઠેર ભવ્ય સ્વાગત સાથે ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. પંથકના વડીલો, યુવાનો, મહિલાઓ સૌએ તેમને જંગી બહુમતીથી વિજય બનાવવાની ખાત્રી આપી હતી. રાજેશ ઝાલાએ કપડવંજ તાલુકાના ખાનપુર, બેટાવાડા, રામ તલાવડી, નિરમાલી, લાલ માંડવા, ભોજાના મુવાડા, સિહોરા, લાલપુર, આંબવેલ, ધૂળિયા વાસણા, મોટી ઝેર, જાંબુડી, નરસિંહપુર, કલાજી, સાવલિયા, ભુંગળિયા, વ્યાસ વાસણા, ઝંડા, અબોચ, નાની ઝેર, અલવા, હીરાપુરા, નવાગામ ઉઘાડીના મુવાડા વાવના મુવાડા, કરકરિયા, કાભઈના મુવાડા, આતરસુંબા સહિત કપડવંજ અને કઠલાલના અનેક ગામોમાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો.

મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા
રાજેશ ઝાલાની સાથે પૂર્વ ધારાસભ્યો મણી પટેલ, કનુ ડાભી, વિધાનસભાના ઇન્ચાર્જ દશરથ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ ગોપાલ શાહ, સેજલ બ્રહ્મભટ્ટ, જિલ્લા મંત્રી અને APMC ચેરમેન નિલેશ પટેલ, વિવેક પટેલ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ ધુળા સોલંકી, મહામંત્રી, જિલ્લા કિસાન મોરચા પ્રમુખ ચીમન પટેલ, નગરપાલિકા પ્રમુખ મોનિકા પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશિષ શાહ, મહામંત્રી સુરેશ પારેખ, નરેન્દ્ર પટેલ, કારોબારી ચેરમેન સ્નેહા ઓઝા, શાસક પક્ષના નેતા નિમેશ જામ સહિત અનેક હોદ્દેદારો, કાર્યકરો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...